- દર વર્ષે 28 જુલાઈને હેપેટાઈટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે
- હેપેટાઈટિસની જાગૃત્તિ વધારવા વિશ્વ હેપેટાઈટિસ દિવસની પસંદગી કરવામાં આવી
- હેપેટાઈટિસ થીમ-2024-આ કાર્ય કરવાનો સમય છે. “ઈટ્સ ટાઈટ ટૂ એક્ટ
દર વર્ષે 28 જુલાઈને હેપેટાઈટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. હેપેટાઈટિસની જાગૃત્તિ વધારવા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ એક ચેપી રોગ છે. હેપેટાઈટિસ એ, બી, સી, ડી અને ઈ સામેલ છે આ દિવસે નોબલ પુરસ્કાર વિજેતા અને અમેરિકી ડૉકટર બારુક બ્લમબર્ગના જન્મદિવસ હોવાથી આ દિવસની પસંદગી કરવામાં આવી છે. જેઓએ વર્ષ-1969ના દાયકામાં હેપેટાઈટિસ બી ચેપની શોધ કરી હતી. અને આ માટે એક રસી વિકસાવવામાં આવી હતી.
હેપેટાઈટિસ શા માટે મનાવવામાં આવે છે
વિશ્વ હેપેટાઈટિસ દિવસ વાયરલ હેપેટાઈટિસ અને વૈશ્વિક આરોગ્ય પર આના પ્રભાવ અંગે જાગૃત્તિ વધારવા મનાવાય છે. આનું લક્ષ્ય, હેતુ હેપેટાઈટિસથી અસરગ્રસ્ત લોકોની મદદ કરવાની અને રોકવાનું છે. ઉપરાંત સારવારને પ્રોત્સાહન આપવાનું છે. હેપેટાઈટિસ વાયરલ દર વર્ષે ઘણા લોકોનો જીવ લે છે. આ રોગને અટકાવવા હંમેશા સારવારથી પહેલા રોકવું જરૂરી છે. હેપેટાઈટિસથી બચવા કેટલીક સરળ સાવધાની રાખવી જોઈએ. જેમ કે, દૂષિત ખાવાનું અને પાણી ન પીવું જોઈએ. એ નક્કી કરી લો કે કાચા ખાધ્ય સ્ત્રોતથી ખાતા પહેલા સંપૂર્ણ રીતે સા અથવા રાંધવા જોઈએ. વરસાદની સિઝનમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ. આ બધી ટિપ્સ ફાયદાકારક છે.
હેપેટાઈટિસ થીમ-2024
વિશ્વ હેપેટાઈટિસ દિવસ 2024ની થીમ આ કાર્ય કરવાનો સમય છે. “ઈટ્સ ટાઈટ ટૂ એક્ટ. Its time to act”
હેપેટાઈટિસ શું છે ?
હેપેટાઈટિસ લીવરનો સોજો છે. જે ઘણા કારણોથી થઈ શકે છે, જેમાં દારૂનું સેવન, કેટલીક દવાઓ, ઓટો ઈમ્યૂન વિકાસ અને વાયરલ ચેપ છે. હેપેટાઈટિસ એ, બી, સી, ડી અને ઈ વાયરલ હેપેટાઈટિસના સૌથી સામાન્ય પ્રકાર છે. તમને જણાવીએ કે વિશ્વની સૌથી ઘાતક બીજા નંબરની ચેપી બીમારી છે.


