- જંગલમાં વધી આગની જ્વાળાઓ હવે લોકોનાં ઘર સુધી પહોંચી
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આગ ઓલવવા ટીમને આપ્યા નિર્દેશ
- કેલિફોર્નિયા પાર્કમાં આગથી 90 માઈલથી વધુ જમીન નષ્ટ થઈ
અમેરિકાના કેલિફોર્નિયામાં આ સમયે વર્ષની સૌથી મોટી આગ લાગી છે. હજારો ફાયર બ્રિગેડ ઉત્તરી કેલિફોર્નિયામાં ઝડપથી જંગલની આગ ઠારવાની સતત કોશિશમાં લાગ્યા છે. કેલિફોર્નિયા પાર્કની આગ 141,640 એકરથી લઈ ઉત્તરના 90 માઈલથી વધુ જમીનને નષ્ટ કરી દીધી છે.
આ વિસ્તારમાં ઠંડું તાપમાન અને ભેજયુક્ય હવાની આશા દર્શાવાવમાં આવી રહી છે. જેથી આગ વધુ ફેલાતી રોકી શકાય. શનિવાર સાંજ સુધી જમીનના 10 ટકા હિસ્સા પર કાબૂ મેળી લેવાો છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આ આગને લીધે જંગલમાં રહેલી કિંમતમી 134 પ્રકારની વિવિધ જડીબુટ્ટીઓ, કિંમતી લાકડું વગરે નાશ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આગ અંગે જાણકારી મેળવી હતી. તેઓએ આખી ટીમના સમર્થન માટે નિર્દેશ આપ્યા હતા.
આગ ઓરોવિલે શહેરમાંથી શરૂ થઈ હતી
ઘણા લોકોને ઈવેક્યુએશન ઓર્ડર અને ચેતવણી જારી કરવામાં આવી હતી. કેટલાક કાઉન્ટીઓમાં સમુદાયો માટે ચેતવણીઓ પણ શામેલ છે. થોમ્પસન આગ સેક્રામેન્ટોની ઉત્તરે લગભગ 70 માઈલ (110 કિલોમીટર) દૂર બટ્ટે કાઉન્ટીના ઓરોવિલે શહેરની નજીક શરૂ થઈ હતી. તે 5.5 ચોરસ માઇલ (14 ચોરસ કિલોમીટર) કરતાં વધુ ફેલાયેલા હોવાથી અવકાશમાંથી જોઈ શકાય તેવા ધુમાડાના વિશાળ પ્લુમનું નિર્માણ કર્યું.
વર્ષ-2018માં પેરેડાઇઝમાં આગ લાગી હતી
અમેરિકાનું પેરેડાઈઝ એ શહેર છે જે 2018ના કેમ્પ ફાયર દ્વારા બરબાદ થઈ ગયું હતું, નેશનલ ઈન્ટરએજન્સી ફાયર સેન્ટરના જણાવ્યા મુજબ, આ આગ ડઝનેક સક્રિય આગમાં સૌથી મોટી હતી. આ આગમાં 2 મિલિયન એકરથી વધુ જમીન બળી ગઈ હતી.


