- બે સગા ભાઈ અને એક પિતરાઈનું કરંટથી મોત
- નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડતા બની ઘટના
- બીજા બે લોકો બચાવવા જતા બંનેને કરંટ લાગ્યો
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું મોત થયું છે. નાહવા ગયેલ એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા બીજા બે વ્યક્તિઓને પણ કરંટ લાગ્યો હતો.
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. એક વ્યક્તિ નાહવા ગયેલ સ્વીતબોર્ડને અડકતા કરંટ લાગ્યો હતો. નાહવા ગયેલ યુવકને કરંટ લાગતા બીજો વ્યક્તિ તેને બચાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો હતો અને ત્રીજો વ્યક્તિ દ્વારા આ બન્ને યુવકોને બચાવવા જતાં ત્રણેય વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગવાની સમગ્ર ઘટના ધુણાદરાના પરમારપુરાના ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓને કરંટ લાગતા 108 મારફતે ડકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ધુણાદરા ગામમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના આકસ્મિત મોત થતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. આ ઘટનામાં ભાનુભાઈ બુધાભાઈ પરમાર, જગગીશભાઈ ગુણવંતભાઈ પરમાર અને નેરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમારે મોતને ભેટ્યા છે.


