- મેહવિશે રાજસ્થાનના યુવક સાથે નિકાહ કર્યા
- મેહવિશ પ્રેમી રહમાન સાથે રહેવા બીકાનેર પહોંચી
- મેહવિશ પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે
સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ પાકિસ્તાનથી વધુ એક મહિલા સીમા હૈદરની જેમ પોતાના બાળકો સાથે ભારત આવી છે. તેણે રાજસ્થાનના યુવક સાથે નિકાહ કર્યા છે. પાકિસ્તાનથી આવેલી 2 બાળકોની માતા મેહવિશ રાજસ્થાનના ચુરુના રહેવાસી યુવક સાથે વિવાહ કર્યા છે. મળતી માહિતિ અનુસાર તે વિવાહિત પ્રેમી રહમાન સાથે રહેવા રાજસ્થાનના બીકાનેર પહોંચી હતી.
ક્યાંની છે મેહવિશ
મેહવિશ પાકિસ્તાનની છે. તેનો સંબંધ લિંક કુવૈત અને સાઉદી આરબ સાથે પણ છે. એક માહિતિ એવી પણ મળી છે કે મેહવિશ પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. તે 2 વર્ષની હતી ત્યારે તેની માતાનું મોત થયું હતું. 10 વર્ષની ઉંમરમાં પિતાએ આખરી શ્વાસ લીધા. પછી તે બહેન સાહિમા સાથે ઈસ્લામાબાદમાં રહેવા લાગી. છેલ્લા એક દશકથી મેહવિશ પોતાનું બ્યુટી પાર્લર ચલાવી રહી છે.
2006માં થયા હતા મેહવિશના પહેલા લગ્ન
ઉલ્લેખનીય છે કે મેહવિશના પહેલા લગ્ન 2006માં થયા હતા. પાકિસ્તાનના બાદામી બાગના રહેનારા એક વ્યક્તિ સાથે લગ્ન થયા અને 2 દીકરા જન્મ્યા. એકની ઉંમર 12 વર્ષ છે તો બીજાની 7 વર્ષ. 2018માં બંનેના છૂટાછેડા થયા. આ સમયે મેહવિશના પતિએ બીજા લગ્ન કરી લીધા.
ફેસબુક પર થઈ હતી દોસ્તી
રાજસ્થાનના ચુરુના રહેનારા રહમાન કુવૈતમાં ટ્રાન્સપોર્ટરની નોકરી કરતા. ફેસબુક પર રહમાન અને મેહવિશની દોસ્તી થઈ. લાંબા સમયની વાતચીત બાજ મેહવિશે 13 માર્ચ 2022માં રહમાનને પ્રપોઝ કર્યું. 16 માર્ચ 2022ના રોજ વીડિયો કોન્ફરન્સની મદદથી બંનેએ નિકાહ કર્યા. 2023માં મક્કામાં નિકાહ કર્યા. હવે મેહવિશ 25 જુલાઈએ ભારત આવી છે. મેહવિશને 45 દિવસના ટૂરિસ્ટ વિઝા મળ્યા છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં છે.


