- કંબોડિયાનું એક હેલિકોપ્ટર 17 દિવસ અગાઉ એક પર્વત પર તૂટી પડયું હતું
- છેલ્લા 17 દિવસથી સૈન્ય જવાનો, પોલીસ અને બીજી એજન્સીઓ સતત હેલિકોપ્ટરની શોધ કરી રહ્યા હતા
- ગત રોજ હેલિકોપ્ટરનો કાટમાળ એક પર્વતના ટોચ પરથી મળ્યો, બે પાયલોટના મૃતદેહ મળ્યા
આજથી ઠીક 17 દિવસ અગાઉ કંબોડિયન સૈન્ય હેલિકોપ્ટરનો કાટમાળ સોમવારે એક પર્વતની ટોચ પર જોવા મળ્યો હતો. આ હેલિકોપ્ટરમાં બે પાયલોટ સવાર હતા. સરકાર અને મળતી માહિતી પ્રમાણે આ જાણકારી સામે આવી છે. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ અંગેની જાણકારી આપી હતી
એક શોધખોળ કરતા વિમાનને દક્ષિણ-પશ્ચિમ પ્રાંત પુરસેટના ગાઢ જંગલવાળા કાર્ડમમ પર્વતમાં ચીન દ્વારા બનાવેલા ઝેડ-7 હેલિકોપ્ટરનો કાટમાળ જોવા મળ્યો છે. આ હેલિકોપ્ટર 12મી જુલાઈએ એક ટ્રેનિંગ ઉડાન પર ગયું હતું. જે બાદ સંપર્ક તૂટી જતા ભારે શોધખોળ હાથ ધરાઈ હતી. છતાં કોઈ ખબર સામે આવી નહોતી.
હેલિકોપ્ટર ઉડયા પછી સંપર્ક તૂટયો
હવામાન ખરાબ હોવાથી હેલિકોપ્ટર ઉડયાના થોડા સમય પછી હેલિકોપ્ટરનો વાયુસેનાના મુખ્યાલયથી સંપર્ક કપાઈ ગયો હતો. આગલા દિવસથી ગુમ થયેલા હેલિકોપ્ટરની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનાસ્થળ પર મોકલેલા સૈન્ય કર્મીઓને ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરના અંદર એક પાયલટનો મૃતદેહ મળ્યો છે.
ફોટા અને વીડિયો જાહેર કરાયા
મળતી માહિતી અનુસાર, સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, બીજા પાયલોટના મૃતદેહને આશરે 200 મીટર દૂર જોયો. સોમવારે સોશિયલ મીડિયા પર વ્યાપક રૂપથી ફોટા જાહેર કરાયા છે. એક ફોટામાં હેલિકોપ્ટરનો ભંગાર અને આંશિક રીતે પાંદડાઓથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે.


