- પાકિસ્તાનમાં એક ભિખારી પાસેથી પાંચ લાખ પૂરા મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠયું
- પાકિસ્તાનના કરાચી શહેરમાં ઈદ વખતે લાખોની સંખ્યામાં ભિખારીઓ ઉમટી પડતા સમસ્યા સર્જાઈ હતી
- ભિખારી પાસે રહેલા પાસપોર્ટમાં સાઉદી અરબ ગયાની નોંધ કરેલી હતી
પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે એક ચીજ માટે આખા વિશ્વમાં જાણી તો છે અને તે છે ભિખારી. પાકિસ્તાનના ભિખારીઓને હળવાશથી ન લેવાની ભૂલ ન કરતા. અહીંના ભિખારીઓ પોતાના પાસે કાયદેસરનો પાસપોર્ટ રાખે છે અને ભીખ માગવા સાઉદી અરબ સુધી જતા હોય છે. ભિખારીઓ સાથે સંકળાયેલ એક ચોંકાવનારી ખબર પાકિસ્તાન સાથે સામે આવી છે. અહીં બેભાન મળેલા એક ભિખારીના ખિસ્સામાંથી પાંચ લાખ રૂપિયા મળ્યા તેમજ એક પાસપોર્ટ પણ મળ્યો હતો. જેમાં એવી નોંધ હતી કે તે ઘણીવાર સાઉદી અરબ પ્રવાસ કરી ચુક્યો છે.
આ રીતે ખુલાસો થયો
આ આખો મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે લોકોએ માર્ગના કિનારે ભીખારીને બેભાન પડેલો જોવા મળ્યો. લોકોએ પોલીસને આ અંગેની જાણકારી આપી. જે બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભિખારીને હોસ્પિટલ પહોંચાડયો હતો. તપાસમાં ભિખારીને ખિસ્સામાંથી પાંચ લાખથી વધુ રૂપિયા અને એક પાસપોર્ટ મળ્યો જેને જોઈ લોકો હેરાન થઈ ગયા હતા. રૅસ્કયૂ ટીમે જણાવ્યું કે ભિખારી જયારે તે ઠીક થઈ ગયો તો ઘરે જતા સમયે તેના તમામ પૈસા પરત કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઈદના તહેવાર નિમિત્તે પાકિસ્તાનના કરાચી શહેરમાં એક જુદા જ પ્રકારની સમસ્યા જોવા મળી હતી. ઈદના તહેવાર પર કરાચીમાં ભિખારીઓની માનવ મેદની ઉમટી પડી હતી. લાખોની સંખ્યામાં ભિખારીઓ શહેરના વ્યસ્ત બજાર, મુખ્ય માર્ગો, ટ્રાફિક સિગ્નલ, શોપિંગ મૉલ્સ અને મસ્જિદોની બહાર ચારેતરફ નજરે પડી રહ્યા હતા. ત્યારે કરાચીમાં હાજર ભિખારીઓની સંખ્યા ચાર કરતાં વધુ છે.


