- ઈન્ડોનેશિયાના સાઉથઈસ્ટ સુલાવેસીના મુના રીજન્સીની ઘટના
- બે મિત્રો વચ્ચે એક પ્રશ્નને લઈ બબાલ થઇ જેમાં હત્યાનું કારણ બન્યો
- પહેલા મરઘી આવી કે ઈંડું..?નો જવાબ ન મળતા હત્યા કરાઇ
ઈન્ડોનેશિયાના સાઉથઈસ્ટ સુલાવેસીના મુના રીજન્સી વિસ્તારમાં સામન્ય બાબતમાં ખુની ખેલ ખેલાયોની ઘટના સામે આવી છે. જ્યાં બે મિત્રો વચ્ચે એ વાતને લઈને બબાલ થઇ જેમાં હત્યાનું કારણ બન્યો એક સવાલ….મિત્રએ સવાલ પૂછ્યો કે, પહેલા મરઘી આવી કે ઈંડું..? આ પ્રશ્નના જવાબમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી વધી ગઈ કે એક મિત્રએ બીજા મિત્રને 15 વાર માર માર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું.
ઈન્ડોનેશિયાના સાઉથઈસ્ટ સુલાવેસીના મુના રીજન્સીની ઘટના
આવતીકાલે ફ્રેન્ડશિપ ડે છે, એટલે કે મિત્રતાની ઉજવણી કરવાનો દિવસ. દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતાનું પોતાનું મહત્વ હોય છે. કેટલાક માટે તે ખરાબ સમયનો સાથી છે, જ્યારે કેટલાક માટે તે સારા દિવસોની યાદ છે. પરંતુ જ્યારે આખી દુનિયા ફ્રેન્ડશીપ ડે મનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે એક એવા સમાચાર આવે છે જે આ સંબંધ પર ડાઘ લગાવી દે છે. આવો અમે તમને એવા જ એક મિત્રની કહાની જણાવીએ જેણે મિત્રતાના સંબંધને શરમમાં મૂકી દીધા.
બે મિત્રો વચ્ચે એક પ્રશ્નને લઈ બબાલ થઇ જેમાં હત્યાનું કારણ બન્યો
ઈન્ડોનેશિયાના સાઉથઈસ્ટ સુલાવેસીના મુના રીજન્સી વિસ્તારમાં જ્યાં બે મિત્રો વચ્ચે એ વાતને લઈને ઝઘડો થયો કે, પહેલા મરઘી આવી કે ઈંડું..? આ પ્રશ્નના જવાબમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી વધી ગઈ કે એક મિત્રએ બીજા મિત્રને 15 વાર માર માર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. બે મિત્રોએ સાથે બેસીને દારૂ પીઇને નશાની હાલતમાં હતા. તેઓએ ચર્ચા શરૂ કરી: કયું પ્રથમ આવ્યું, ચિકન કે ઈંડું? નશામાં ધૂત બંને મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે ટૂંક સમયમાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી.
નશાની હાલતમાં બન્ને મિત્રો વચ્ચે થઇ હતી ઉગ્ર બોલાચાલી
DR નામનો એક વ્યક્તિ તેના મિત્ર કાદિર માર્કસને દારૂ પીવા માટે આમંત્રણ આપે છે. જ્યારે બંને નશામાં હોય છે, ત્યારે DR કાદિરને ‘ચિકન કે એગ ફર્સ્ટ’ કોયડો પૂછે છે. બંને થોડો સમય દલીલ કરતા રહે છે, પરંતુ કોઈ એક બીજા સાથે સહમત નથી. જ્યારે દલીલ વધે છે અને પરિસ્થિતિ બગડવાની શરૂઆત થાય છે, ત્યારે માર્કસ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ડીઆર તેના મિત્ર કાદિર દ્વારા પકડાઈ જાય છે અને તેને 15 વાર છરી મારીને જીવનનો અંત લાવે છે.


