- વિશ્વના શેરબજારમાં શુક્રવારે વેચવાલીને લીધે એમકેપમાં પણ ભારે ઘટાડો નોંધાયો
- જેફ બેજોસને એક દિવસમાં 15 બિલિયન ડોલરનું નુકસાન થયું
- જો કે હજી 187 બિલિયન ડોલરની નેટવર્થની સાથે વિશ્વના બીજા નંબરના ધનિક યથાવત્
વિશ્વના સૌથી ધનિક લોકોમાં એક જેફ બેજોસ માટે શુક્રવારનો દિવસ ખૂબ ખરાબ નિવડયો હતો. દુનિયાના શેર બજારમાં આવેલી વેચવાલીના વચ્ચે એક જ દિવસમાં જેફ બેજોસની સંપત્તિમાં 15 બિલિયન ડોલર કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે.
અમેઝોનના જેફ બેઝોસ આટલા ગરીબ થયા
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, જેફ બેજોસની નેટવર્થમાં માત્ર એક દિવસમાં 15.2 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે તેઓની નેટવર્થ 191 બિલિયન ડોલર રહી ગઈ છે. જો કે હજી પણ તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાન પર યથાવત્ છે. ફોર્બ્સની રિયલટાઈમ બિલેનિયર્સ લિસ્ટના હિસાબથી શુક્રવારે જેફ બેજેસની સંપત્તિમાં 15 બિલિયન ડોલર ઘટી છે અને 187. બિલિયન ડોલરની નેટવર્થની સાથે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે.
આ કારણને લીધે બેજોસની સંપત્તિ ઘટી
જેફ બેજોસની સંપત્તિમાં આ ઘટાડો શુક્રવારે તેની કંપની અમેઝોનના શેરમાં ભારે ઘટાડો આવ્યો હતો. શુક્રવારે અમેઝોનના શેરના ભાવમાં 8.8 ટકાનો મોટો ઘટાડો થયો. આ ભારે ભરખમ ઘટાડાની અસર અમેઝોનના એમકેપ પર પણ થયો છે. અમેઝોનના એમકેપમાં 134 બિલિયન ડોલર એટલે કે, 11 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટાડો આવ્યો હતો.
અગાઉ પણ મોટાપાયે નુકસાન વેઠવું પડયું
જેફ બેજોસ માટે આ કોઈ પ્રથમ અવસર નથી, જ્યારે એક ઝટકે તેઓની અબજો ડોલરની નેટવર્થ સ્વાહા થઈ. એકવાર તો એક દિવસમાં તેઓની સંપત્તિમાં 36 બિલિયન ડોલરનું ગાબડું નોંધાયું હતું. તેઓ વર્ષ-2019માં છૂટાછેડાની જાહેરાત પછી આવું થયું હતું. આ રીતે એપ્રિલ-2022માં અમેઝોનના શેરમાં 14 ટકાનો ઘટાડો આવતા બેઝોસને નુકસાન વેઠવું પડયું હતું.
બીજા ધનિકોની મિલકત ઓછી થઈ
આ શુક્રવારે સંપત્તિ ગુમાવનારના મામલે જેફ બેઝોસ એકલા નહોતા. ટેક શેર્સમાં ભારે વેચવાલીને લીધે ટોપ-10ના આશરે તમામ ધનકુબેરોને શુક્રવારે ભારે નુકસાન ઉઠાવવું પડયું હતું. શનિવારે વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કની નેટવર્થમાં 6.6 બિલિયન ડોલરની તૂટ આવી. આ રીતે લેરી એલિસનને એક દિવસમાં 4.4 બિલિયન ડોલરનું નુકસાન વેઠવું પડયું હતું.


