- હમાસ વડા હાનિયાના મોત પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
- ઈઝરાયલ અત્યારે હમાસ, હિઝબુલ્લા, ઈરાન સહિત ઘણા મોરચે એકલા હાથે લડી રહ્યું છે
- હિઝબુલ્લા સંગઠને ઈઝરાયલમાં એકસાથે 50 રોકેટ મારો ચલાવ્યો
હમાસ વડા ઈસ્માઈલ હાનિયાના મોત પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયલ ઘણા મોરચે એકસાથે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હિઝબુલ્લાએ રવિવારે દક્ષિણ લેબેનોનથી ઈઝરાયલ તરફ આશરે 50 રોકેટ ચલાવ્યા છે. ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાએ કહ્યું કે, ઉત્તરી ઈઝરાયલમાં આવેલા બેત હિલેલ પર તેના હુમલામાં કફાર કેસા અને ડેર સિરીયાના પર ઈઝરાયલના હુમલાનો વળતો જવાબ હતો.
લેબેનોને ફુઆદ શુક્રના મોતનો બદલો લીધો
લેબેનોનના દાવા પ્રમાણે કફાલ કેલા અને ડેર સિરીયાનામાં થયેલા ઈઝરાયલી હુમલામાં તેના ઘણા નાગરિક ઘાયલ થયા છે. હિઝબુલ્લાના ટોચના કમાન્ડર ફુઆદ શુક્ર પણ મંગળવારે સાંજે ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
હિઝબુલ્લાએ 50 રોકેટ ચલાવ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈઝરાયલ વૉર રૂમે હવાઈ હુમલાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોની સાથે લખ્યું છે કે, ઉત્તરી ઈઝરાયલમાં રોકેટ હુમલામાં આયરન ડોમથી રોકવામાં આવ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એવા હવાઈ હુમલા છે જે લેબેનોનના હિઝબુલ્લા દ્વારા કરવામાં આવ્યા હતા. ઈઝરાયલ આ હવાઈ હુમલાને આયનર ડોમથી રોકી રહ્યું છે.
ઈરાન અને હમાસની સાથે લેબેનોન પણ યુદ્ધમાં ઉતર્યું
ઉલ્લેખનીય છે કે, ઈરાન અને હમાસે ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે ઈઝરાયલને સીધી રીતે દોષિત ઠેરવ્યું છે. બંનેએ હિઝબુલ્લાની સાથે મળીને ઈઝરાયલથી બદલો લેવાના શપથ લીધા છે. ઈસ્માઈલ હાનિયાના મોત પર ઈઝરાયલે ન તો જવાબદારી સ્વીકારી છે કે ના તો રદિયો પણ નથી આપ્યો.
ઈઝરાયલે ઈસ્માઈલ હાનિયાના મારવાનો સંકલ્પ લીધો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે સાત ઑક્ટોબરે દક્ષિણ ઈઝરાયલમાં ભીષણ આતંકવાદી હુમલા માટે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયા અને બીજા હમાસ નેતાઓને મારવાનો સંકલ્પ લીધો હતો. ઈઝરાયલ અનુસાર હમાસ વડાએ જ ગાઝામાં યુદ્ધનો પ્રારંભ કર્યો છે.


