- યાત્રિકોના ધસારાને લઈને 300થી વધુ પોલીસ કર્મી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે
- પ્રથમ સોમવારે શિવજીને પ્રિય બિલ્વપત્રનો શૃંગાર : મંદિર પરિસરમાં પાલખી યાત્રા
- પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે
આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખુલશે. પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે.
તેમજ સવારે મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળશે. સોમનાથ ખાતે ટ્રસ્ટ તેમજ વહિવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા આ વખતે યાત્રિકો માટે પરિસરમાંકોરીડોર બનવવામા આવ્યો છે.
શ્રાવણ માસનો પ્રારંભ પ્રથમ સોમવારથી થતો હોવાથી સોમનાથ ખાતે રવિવારથી લોકો પગપાળા, રેલવે,એસ ટી,અને પોતાના પ્રાઈવેટ વાહનો દ્વારા આવી રહ્યા છે. પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર ચા પાણી અને ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમા સવારના પાલખી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાશે અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળશે તેમજ સાંજના શિવજીને પ્રિય બિલ્વ પત્ર શ્રુંગાર કરવામાં આવશે. શ્રાવણને પ્રથમ સોમવારે લોકોના ધસારાને ધ્યાને લઇ અને જીલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે 300 પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમા રહશે જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ,એસ આર પી,ધોડેશ્વાર પોલીસ,જી આર ડી અને સોમનાથ ટ્રસ્ટ સિકયુરીટી રહેશે.


