By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’

Editor
Last updated: 2026/06/29 at 3:58 PM
2 hours ago
Share
જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’
SHARE

જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’

ખાણીપીણી અને બિલોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો વચ્ચે વિજિલન્સ તપાસની માંગ :  દોષિતોને બરતરફ કરી જેલમાં મોકલવાની કોંગ્રેસની ઉગ્ર રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ પટેલ નાગજીભાઈ વિરાણી, કોંગ્રેસ આગેવાનો લખાભાઈ ઉંધાડ, જયંતીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાએ બોડી બામણીનું ખેતર અને બાવો રખોલીયા જેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી છે તેમાં વખતો વખત લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા છે અને અનેક અધિકારીઓ પાસેથી બેનામી સંપત્તિઓ અંગે પણ ગુનાઓ દાખલ થયા છે. એક પણ શાખા દૂધે ધોયેલી હોય એવું લાગતું નથી. સમયાંતરે મહાનગરપાલિકામાં અને કૌભાંડો ભ્રષ્ટાચારો ફલિત થઈ રહ્યા છે.

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી વાહ વાહી મેળવી પત્રકાર પરિષદ બોલાવનારા અધિકારીઓની હવે બોલતી બંધ થઈ ગઈ છે કારણ કે ખાણીપીણી, કાજુકતરી, પાણી, ડ્રોન, વિડીયોગ્રાફી અન્ય જે લાખોના બિલો પાસ થઈ ગયા છે અને અમુક બીલો કોન્ટ્રાક્ટરને ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલ કેટલાક બિલો અંગે ફેર વિચારણા કરી અટકાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે નાણાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ગુજરાત નાણાકીય નિગમો 1971 તૈયાર કરેલ છે તેમાં નાણાકીય ખર્ચ કરાતો હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમકે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની સંસ્થાઓએ પણ આ નિયમનું પાલન કરવાનું હોય છે. અને તેમ છતાં આ નિયમોનો ઉલાળીયો કરી મન ફાવે તે રીતે મન પડે તે પ્રકારે બીલો બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ તો ત્રણ થી ચાર રૂપિયાની પાણીની બોટલના આઠ રૂપિયા આપવામાં આવ્યા અને પાણી અંગે ₹12 લાખ ચૂકવી દેવામાં આવ્યા પ્રથમ દ્રષ્ટિએ જ આ બિલમાં ભ્રષ્ટાચાર બદબુ આવે છે. જંગલેશ્વર ડિમોલિશનમાં કરવામાં આવેલ અંદાજે ત્રણેક કરોડનો ખર્ચ શંકાસ્પદ છે ત્યારે રાજકોટના પ્રજાજનોએ પરસેવાના કમાણીમાંથી ભરાયેલા વેરાના નાણા નો વેડફાટ અને દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ નાણાંના વેડફાટ અંગે રાજકોટ શહેર પોલીસ અને ભાજપના શાસક પક્ષના પૂર્વ નેતા એ પણ બિલોને શંકાસ્પદ ગણાવ્યા છે અને ભાજપના નેતા એ તો ત્યાં સુધી કહ્યું કે મહાનગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે અને અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. જમવાનું અને પાણીની વ્યવસ્થા રાજકોટ શહેરની અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમ છતાં જે પાણીના બીલો અને ખાણીપીણીના બીલો કયા ખાઉધરા અધિકારીઓ ખાઈ ગયા તેની તપાસ થવી ઘટે. જો દાનત હોય તો તત્કાલીન સમયે સ્થળ ઉપર ડ્રોનની મદદથી અને વિડીયોગ્રાફીથી સમગ્ર ડીમોલિશનનું કવરેજ થતું હતું ત્યારે કોણ શું કરે છે ? કોણ ક્યાં જમે છે ? એ બધું કેમેરામાં કેદ છે તેની તપાસ કરી સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસ થવી જોઈએ. હાલ સોશિયલ મીડિયામાં અને રાજકોટના દૈનિક વર્તમાન પત્રોમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ અંગે ભારે ઉહાપોહ થયો છે અને રાજકોટ મહાનગરપાલિકાની છાપ સમગ્ર ગુજરાતમાં ખરડાઈ છે ત્યારે લાખોના બિલો અંગે વિજીલેન્સ તપાસ થવી જોઈએ. એવી અમારી માંગ છે. રાજકોટની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મતો આપી  મહાનગરપાલિકામાં 65 નગર સેવકો, 4 ધારાસભ્યો અને સંસદ ને જંગી બહુમતીથી ચૂંટવામાં આવ્યા છે ત્યારે આ તમામની જંગલેશ્વર ડિમોલિશનમાં બોલતી બંધ થઈ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ અંગે પોતાનું મૌન તોડે અને જવાબદારો સામે પગલા ભરી દાખલા રૂપ સજા કરે તેવી રાજકોટની જનતાની માંગ છે. રાજકોટના જાબાજ મ્યુનિસિપલ કમિશનરો જેમ કે એસ. જગદીશન, મુકેશકુમાર, વિજય નેહરા ને લોકો આજે વર્ષો પછી પણ યાદ કરે છે ત્યારે વર્તમાન મ્યુનિસિપલ કમિશનરને પણ લોકો યાદ કરે એ માટે કૌભાંડીઓને જેલ ભેગા કરવાની તક મળી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં તા.28/5/2017ના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વોર્ડ નંબર ત્રણના જામનગર રોડ પર સફાઈ કામદાર આવાસ લાભાર્થીઓને સબસીડી ચેક વિતરણના કાર્યક્રમમાં એક ગ્લાસ છાસના ₹153 છાસ કૌભાંડ પ્રકાશમાં આવેલ હતું આ બીલ તત્કાલીન સમયની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર પણ થયું હતું જે તે સમયે ઉપરોક્ત આગેવાનોએ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સમયના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની ને તારીખ 2/4/18  ના લેખિત ફરિયાદ કરી વિરોધ નોંધાવ્યા બાદ કાર્યક્રમો અપાયા હતા. હાલ જાણવા મળતી વિગતો મુજબ આજની તારીખે તે સમયના કમિશનરે બિલ સ્ટોપ પેમેન્ટ કરી દીધું હતું. જે હજુ ચુકવણું કરવામાં આવ્યું નથી રેટ કોન્ટ્રાક્ટ મળવાથી લૂંટવાનો પીળો પરવાનો મળી નથી જતો. વર્તમાન મ્યુનિસિપલ કમિશનર જંગલેશ્વર ડિમોલિશન બાબતના તમામ બિલોની ઝીણવટ ભરી તપાસ કરી ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોય તો અધિકારીઓને કે કોન્ટ્રાક્ટરોને દાખલારૂપ સજા કરે તેવી આસવાણી, ઝાલા, વિરાણી એ માંગ ઉઠાવી છે.

You Might Also Like

 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
રાષ્ટ્રિય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

Editor By Editor 2 hours ago
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં
13 વર્ષ જૂના વ્યાજખોરી કેસમાં ગોંડલના ચાર આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા
ગુદા માર્ગમાં છુપાવેલા રૂ.1.72 કરોડના 1.16 કિલો વિદેશી સોના સાથે મુસાફર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?