- બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં ઝપટે ચઢયું
- બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રદર્શનકારીઓએ કર્ફયૂનો અમલનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો
- વિરોધ પ્રદર્શનકારીઓ પીએમ શેખ હસીનાનું રાજીનામું લેવા અડગ
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓનું પ્રદર્શન સતત યથાવત્ છે. સ્થિતિ સ્ફોટ બનતા અહીં રવિવારે સાંજે છ વાગ્યા બાદ કર્ફયૂ લાદી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશણાં અત્યાર સુધી હિંસામાં 300 લોકોનાં મોત થયા છે. જો કે આ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પ્રદર્શનકારીઓએ આજે દેશવ્યાપી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા ઢાકા સુધી માર્ચનું આયોજન કરી રહ્યા છે. સમગ્ર દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. પોલીસ, અર્ધસૈનિક, સૈન્યને તૈનાત કરી દેવામાં આવ્યું છે.
કયા કેટલા મોત થયા
મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના ફેનીમાં હિંસામાં પાંચ લોકોનાં મોત થયા હતા. આ સિવાય સિરાજગંજમાં ચાર, મુંશીગજમાં ત્રણ, બોગુરામાં ત્રણ, મગુરામાં ત્રણ, ભોલામાં ત્રણ, રંગપુરમાં ત્રણ, પાબનામાં બે, સિલહટમાં બે, કોમિલ્લા એક, જયપુરહામાં એક, ઢાકામાં એક અને બારીસાલમાં એક વ્યકિતનું મોત થયું હતું.
300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ
પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશમાં અનામત વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 14 પોલીસકર્મીઓના મોત થયા છે. આમાંથી 13ના મોત સિરાજગંજના ઈનાયતપુર પોલીસ મથકમાં થયા છે. આ સિવાય 300થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
ભારતે પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સૂચના આપી
આ અગાઉ ભારતે બાંગ્લાદેશમાં રહેતા પોતાના નાગરિકો સાથે સંપર્કમાં રહેવા અને સતર્ક રહેવાનું જણાવ્યું છે. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશન તરફથી જાહેર એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહેવાયું છે. સિલહટમાં આવેલી ભારતીય દૂતાવાસના અધિકાર ક્ષેત્રમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને અપીલ કરાઈ છે કે આ કાર્યાલયના સંપર્કમાં રહેવું અને સાવધાન રહેવું. કોઈ ઈમરજન્સી જેવી સ્થિતિમાં +88-01313076402 આ નંબર પર સંપર્ક કરવો.


