- પાકિસ્તાનને આઈએમએફે ત્રણ વર્ષ માટે લોન આપી
- વર્ષ-2047 સુધી પાકિસ્તાન ભારતની બરાબરી કરશે તેવી ડીંગો હાકે છે
- પાકિસ્તાનમાં સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી
પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક રીતે ઝઝૂમી રહ્યું છે. જેથી સામાન્ય જનતાને લોલીપોપ દેખાડી રહી છે. અને આ વાતને ખુદ માની રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં કોષ તરફથી મળેલું ફંડ એક કડવી દવાની જેમ છે. સામાન્ય રીતે હળવી રાહત મળી ચુકી છે પરંતુ આગામી દિવસોમાં તે દેવાદારના સંકટથઈ કઈ રીતે પાર થશે. તેની પાસે સરકારી કર્મચારીઓને પગાર ચુકવવા માટે પૈસા નથી. મોંઘવારી તેની ટોચ પર છે, પરંતુ મોહમ્મદ અલી જિણાનો દેશ વર્ષ-2047 સુધી ભારતની બરાબરી કરવાની ડીંગો હાંકી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે તેઓની પાસે વર્તમાન સમયમાં પગરા અને પેન્શન આપવા પૂરતું ધન નથી. તેઓનો દાવો છે કે, આ સંકટ છતાં તેઓ વર્ષ-2047 સુધી વિકાસની એક ગાથા લખશે અને ભારતથી આગળ સડસડાટ નીકળી જશે. આ સમયે પાકિસ્તાનને એક્સપોર્ટ ઈમરજન્સી વધુ જરૂરી છે. તેઓનો દેશ આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.
પાકિસ્તાનના વિકાસને કોણ રોકી રહ્યું છે?
પાકિસ્તાનના એક મંત્રીના જણાવ્યા પ્રમાણે દેશ દેવાથી ત્યારે છૂટશે જ્યારે નિકાશમાં વધારો થશે. આઈએમએફ કાર્યક્રમ હેઠળ પાકિસ્તાનને ત્રણ વર્ષ માટે લોન તો મળી પરંતુ આ એક કડવી દવાની જેમ હળવી રાહત સમાન છે. તેઓને લોકોને કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવા કરતાં આર્થિક વિકાસ અને રાજનીતિક સ્થિરતા પર ધ્યાન આપવાની જરૂર છે. રાજકીય અસ્થિરતા અને પોલિસીમાં ગડબડે પાકિસ્તાનને ખૂબ નુકસાન કર્યું છે. આનાથી સમાધાન નીકળવાનું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના વિકાસ અને સમૃદ્ધિ માટે મતભેદ દૂર કરવા પડશે. કેટલાક તત્વો દેશને વિકસિત નથી જોવા માંગતા. આઈએમએફ દેશની સમસ્યાઓનો સ્થાયી ઉખેલ નથી. નિકાસ વધારવી એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. આમાં પાકિસ્તાની રૂપિયો મજબૂત થશે. ઉપરાંત દેશ પણ આગળ વધશે. મેડ ઈન પાકિસ્તાન પ્રોડક્ટસને વિશ્વભરમાં પહોંચાડવી તેઓનો ટાર્ગેટ એક્સપોર્ટને 100 બિલિયન ડોલર કરતાં વધુ સુધી લઈ જવાનો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડૂબી તો આખો દેશ ડૂબી જશે. કેટલાક લોકો દેશને વિકસિત થતા જોવા નથી માંગતા.
પાકિસ્તાનમાં વીજ સંકટ એક મોટી સમસ્યા
પાકિસ્તાનમાં લોકો વીજળી સંકટથી ઝઝૂમી રહ્યા છે અને તેઓને સરકાર અંધારામાં રાખી રહી છે. આ મુદ્દા પર સરકારનો વિરોધ પણ થતો રહ્યો છે. સરકારનું કહેવું છે કે તેઓ આ સંકટનું સમાધાન શોધવામાં લાગેલી છે. આમાં તેની મદદ ચીન કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે, જેનાથી વીજળી પર ધ્યાન આપી નથી શકાયું. સરકારનું પૂરું ધ્યાન એ વાત પર લાગ્યું છે કે લોકોની મદદ કઈ રીતે કરાય.


