- સેનાએ શેખ હસીનાને દેશ છોડવા માટે 45 મિનિટનો સમય આપ્યો હતો
- ભીડથી બચવા માટે શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવો પડ્યો
- શેખ હસીના રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ લાવી શકી નથી
બાંગ્લાદેશમાં હિંસક વિરોધને કારણે શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું. સેનાએ તેમને દેશ છોડવા માટે 45 મિનિટનો સમય આપ્યો હતો. રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત આવી ગઈ હતી. ભારતમાં તેમને છેલ્લા બે દિવસથી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે.
સેનાએ દેશ છોડવા માટે માત્ર 45 મિનિટનો સમય આપ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંસક પ્રદર્શન વચ્ચે દેશ છોડી આવેલી શેખ હસીના અને તેની તેમની ટીમ પોતાની સાથે વધારાના કપડા કે રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ લાવી શકી નથી. શેખ હસીનાને બાંગ્લાદેશી સેનાએ દેશ છોડવા માટે માત્ર 45 મિનિટનો સમય આપ્યો હતો. ત્યારબાદ તે તેની બહેન શેખ રેહાના અને તેના નજીકના સહયોગીઓ સાથે સેનાના વાહનમાં જેટમાં ભારત આવવા માટે રવાના થઈ હતી.
ભીડથી બચવા દેશ છોડવો પડ્યો
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભીડથી બચવા માટે શેખ હસીના અને તેમની ટીમને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી સેનાની સાથે તૈનાત સભ્યોએ તેમને કપડાં અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ ખરીદવામાં મદદ કરી હતી. ભારત આવ્યાના 48 કલાક બાદ પણ શેખ હસીના અને તેમની ટીમ એરબેઝ પાસેના સેફ હાઉસમાં રહે છે.
શેખ હસીના પાસે રૂપિયાની હતી અછત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંડન એરફોર્સ સ્ટેશન પર બનેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી શેખ હસીનાએ તેમની બહેન અને પોતાના માટે જરૂરી વસ્તુઓ ખરીદી હતી. સેખ હસીનાએ પોતાના અને તેની બહેન માટે કપડાં ખરીદ્યા હતા. મળતી માહિતી અનુસાર સેખ હસીના લગભગ 30,000 રૂપિયાની ખરીદી કરી હતી. શેખ હસીનાએ ભારતીય ચલણમાં પેમેન્ટ કર્યું હતું, પરંતુ થોડા રૂપિયાની ઓછા પડતા શેખ હસીનાએ બાંગ્લાદેશી ચલણનો ઉપયોગ કર્યો હતો.
બીજા દેશમાં આશ્રય ન મળે ત્યાં સુધી ભારતમાં જ રહેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે શેખ હસીનાને બીજી દેશમાં આશ્રય ન મળે ત્યાં સુધી રહેવાની મંજૂરી આપી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, ભારતીય સુરક્ષાકર્મીઓ અને પ્રોટોકોલ ઓફિસર દળના સભ્યો તેમને તણાવ અને આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શેખ હસીના અને તેમના દળના સભ્યો સાથે મુલાકાત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. બન્ને પક્ષોએ પદભ્રષ્ટ વડાપ્રધાનની વર્તમાન અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરી હતી.


