- 11 સપ્ટેમ્બરે પોતાનો પદભાર સંભાળી શકે છે
- બીજી મહિલા ફેડરલ સેક્રેટરી આમના બલોચ સંભાળશે જવાબદારી
- મુમતાઝ જહરા બલોચને ફ્રાન્સમાં પાકિસ્તાનના રાજદૂત નિમાય તેવી શક્યતા
અનુભવી ડિપ્લોમેટ આમના બલોચ પાકિસ્તાનની નવી વિદેશ સચિવ બની શકે છે. મીડિયાના સૂત્રો અનુસાર દાવો કરાઈ રહ્યો છે કે યૂરોપીય સંઘ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં પાકિસ્તાની રાજદૂત બલોચ 11 સપ્ટેમ્બરે પોતાનો પદભાર સંભાળી શકે છે. હાલના વિદેશ સચિવ ડો. સાયરલ કાઝીના રિટાયરમેન્ટ બાદ તેઓની જગ્યા આમના બલોચ લઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીજી મહિલા ફેડરલ સેક્રેટરી બનશે
મળતી માહિતિ અનુસાર એક મહિનામાં સરકાર દ્વારા નીમવામાં આવેલી તે બીજી મહિલા ફેડરલ સેક્રેટરી છે. આ પહેલા અંબરીન જાનને આ મહિને સૂચના અને પ્રસારણ સચિવ બનાવાયા હતા.
મુમતાઝ જહરા બલોચને મળશે આ જવાબદારી
અન્ય તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલોચને ફ્રાન્સમાં પાકિસ્તાનના રાજદૂત નિમવામાં આવી રહ્યા છે. માહિતિ એવી પણ મળી રહી છે કે તે અસીમ ઈફ્તિખાર અહમદની જગ્યા લેશે અને તેમના રિપ્લેસમેન્ટને લઈને કોઈ સૂચના મળી નથી. આ સાથે જ કાઝીને રિટાયરમેન્ટ બાદ એક મહત્ત્વપૂર્ણ દેશમાં રાજદૂતનું પદ મળવાની સંભાવના છે.
જાણો કોણ છે અમના બલોચ
પાકિસ્તાન વિદેશ સેવાની 1991 બેચની અધિકારી બલોચ એક મહિનામાં શહબાઝ સરકાર દ્વારા નિમાયેલી બીજી મહિલા ફેડરલ સેક્રેટરી બનવા જઈ રહી છે. આ પહેલા અંબરીન જાનને આ મહિને સૂચના અને પ્રસારણ સચિવ બનાવવામાં આવી હતી. ઈતિહાસ વિષયમાં માસ્ટર્સ ડિગ્રી ધારક બલોચ મલેશિયામાં પાકિસ્તાનની ઉચ્ચાયુક્ત રહી ચૂકી છે. આ પહેલા તેઓએ વિદેશમાં સ્થિત દૂતાવાસમાં અનેક પદ પર કામ કર્યું છે. આ ચીનના ચેંગ્દૂમાં પાકિસ્તાનની મહાવાણિજ્યદૂતના પદ પર પણ કામ કરી ચૂકી છે.


