- ઈઝરાયલ હમાસ, ઈરાન, હિઝબુલ્લા જેવા આતંકી સંગઠન સાથે એકલું ઝઝૂમી રહ્યું છે
- ઈરાન-ઈઝરાયલ વચ્ચે ગમે તે સમયે યુદ્ધ જેવી સ્થિતિને લીધે એર ઈન્ડિયાએ લીધો નિર્ણય
- ઈઝરાયલના મુખ્ય શહેર તેલ અવીવ જતી-આવતી તમામ એર ઈન્ડિયાના ફલાઈટ સેવા રદ્દ
એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટના કેટલાક વિસ્તારોમાં સતત વધતા તણાવને જોતા ઈઝરાયલના શહેર તેલ અવીવ જતી અને આવતી પોતાની તમામ ઉડ્ડયનો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. એરલાઈનના જણાવ્યા પ્રમાણે આગામી નોટિસ સુધી આ સેવાઓ સસ્પેન્ડ રહેશે. એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું કે તે સ્થિતિ પર સતત મોનિટર કરી રહ્યા છે.
એર ઈન્ડિયા એરલાઈને તેલ અવીવ જતા અને ત્યાંથી આવતા કન્ફર્મ બુકિંગ ધરાવતા યાત્રિકોને રિફંડ પણ ઓફર કર્યું છે. એરલાઈને જણાવ્યું કે અમારા મહેમાનો અને ક્રૂની સુરક્ષા અમારી માટે સૌથી મહત્ત્વની પ્રાથમિકતા છે. એર ઈન્ડિયાએ વધુ જાણકારી માટે હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યા છે. યાત્રી 011-69329333 / 011-69329999 નંબર ઉપર કોલ કરી વધુ જાણકારી લઈ શકે છે. ટાટા જૂથની માલિકી ધરાવતી કંપનીએ આ અગાઉ દિલ્હીથી તેલ અવીવ જતી પોતાની સેવાઓ આઠ ઓગસ્ટ સુધી સ્થગિત કરી હતી.
ઈરાન ઈઝરાયલ પર હુમલો કરે તેવી વકી
મળતી માહિતી પ્રમાણે ઈરાનમાં પાંચમી ઓગસ્ટે ઈઝરાયલ પર હુમલો કરી શકે છે, પરંતુ એવું ન થયું. ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂની આગેવાની વાળી સરકાર ઈઝરાયલની ધરતી પર હુમલા રોકવા ઈરાન પર હુમલાને મંજૂરી આપી શકે છે. રિપોર્ટ પ્રમાણે ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અને શિનબેટ તેમદ તેના સંબંધિત પ્રમુખ ડેવિડ બાર્નિયા અને રોનેન બાર, નેતન્યાહૂ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો હિસ્સો હતા.


