- બાંગ્લાદેશમાં હજી હિંસા રોકાવાનું હજી નામ નથી લઈ રહી
- અગાઉ વિરોધ પ્રદર્શનને લીધે શેખ હસીનાએ રાજીનામું આપવાની નોબત આવી હતી
- બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનને રાજીનામું આપવું પડયું
પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા રોકાવાનું હજી નામ નથી લઈ રહી. શેખ હસીના સરકારના પતન બાદ હવે બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડયું હતું. ઉગ્ર પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને તેઓને એક કલાકની અંદર પદ છોડવાની ધમકી આપી હતી. ઓબેદુલ હસનને શેખ હસીનાના નજીકના મનાઈ રહ્યા છે. તેઓએ વચગાળાની સરકાર સાથે પરામર્શ વગર જજોની બેઠક બોલાવી હતી, જેનો લોકોએ વિરોધ કર્યો હતો.
પૂર્વ પાકિસ્તાનમાં જન્મ થયો
ઓબેદુલ હસન જનમ 11 જાન્યુઆરી 1956ના પૂર્વ પાકિસ્તાનમાં થયો હતો. તેઓ બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટના 24મા ચીફ જસ્ટિસ હતા. તેઓએ 12 સપ્ટેમ્બર 2023ના રોજ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. તેઓએ બાંગ્લાદેશ ચૂંટણી પંચના રચના માટે તપાસ સમિતિ 2022માં અધ્યક્ષના રૂપમાં પણ કાર્ય કર્યું હતું. વિદ્યાર્થઈઓના વિરોધ પછી તેઓએ ચીફ જસ્ટિસ પદથી હટવાનો નિર્ણય લેવાયો હતો.
શેખ હસીનાને પણ રાજીનામું ધરવું પડયું
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિદ્યાર્થીઓના અનામતને લઈ શેખ હસીના સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ખૂબ હોબાળો કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં ઘણા લોકોએ જીવ ગુમાવવો પડયો હતો. આની પર શેખ હસીનાએ વડાપ્રધાન પદથી રાજીનામું આપવું પડયું અને દેશ છોડીને ભારત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના થઈ છે.


