- માલદીવના વિપક્ષે મુઈજ્જુ સરકારની બદલાયેલી નીતિના વખાણ કર્યા
- ગત વર્ષે ભારત અને માલદીવના સંબંધોમાં કડવાશ આવી હતી
- માલદીવના વિપક્ષ એવા એમડીપીએ ભારતને પોતાના સૌથી નજીકના ગણાવી વખાણ કર્યા
.
માલદીવની મુખ્ય વિપક્ષ પાર્ટીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના તેવરને ભારતને લઈ આવેલી નરમાઈનું સ્વાગત કર્યું છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની આગેવાની ધરાવતી સરકાર ભારતની નીતિમાં આવેલા અચાનક પરિવર્તન ઘણા પ્રસંશનીય છે. એમડીપીના અધ્ચયક્ષ અબદુલ્લા શાહિદે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત બાદ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું કે, ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરની માલદીવની યાત્રાનું સ્વાગત છે. ભરોસો છે કે જ્યારે માલદીવ ઈન્ટરનેશનલ 911 ડાયલ કરશે તો ભારત સૌથી પહેલા જવાબ આપશે.
માફી માગવા આહ્વાન કર્યું
માલદીવ દેશના વિપક્ષ એવા એમડીપી અધ્ચક્ષ અબ્દુલ્લા શાહિદે જણાવ્યું કે, મુઈજ્જુ સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, એમડીપી મુઈજ્જુ સરકાર સાથે તેઓના અધિકારીઓની હરકતો, જૂઠ અને બિનજવાબદારીભર્યા નિવેદનો માટે જાહેર રીતે માફી માગવાની માંગ કરે છે. બિનજવાબદાર નિવેદનોના લીધે માલદીવના વિદેશી અને આર્થિક મોરચા પર ભારે નુકસાન સહન કરવું પડયું છે.
ભારત વિરોધી સૂત્રોચ્ચારે ભડકાવ્યા
માલદીવના એમડીપી પક્ષના અધ્યક્ષે જણાવ્યું કે મુઈજ્જુ સરકારે પોતાના આક્રમક વલણથી ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવાની શરૂઆત કરી હતી. જો કે, અમે વર્તમાન સરકારની માલદીવની ભારત નીતિમાં અચાનક આવેલા ફેરફારનું સ્વાગત કરીએ છીએ. ભારત આઉટ નીતિથી ઘણી અલગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારત-માલદીવના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ શું બોલ્યા?
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ શનિવારે ભારતને પોતાના સૌથી નજીકના સહયોગી જણાવ્યા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું કે ભારક-માલદીવની વચ્ચે ઐતિહાસિક અને ઘનિષ્ઠ સંબંધ છે. ઉપરાંત તેમને એવું આશ્વાન આપતા કહ્યું કે તેઓનું વહીવટી તંત્ર આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.


