- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- કમલા હેરિસે ઘણા પ્રાંતોમાં ચૂંટણી રેલીમાં લોકપ્રિયતા મેળવી
- રાષ્ટ્રપતિ પદની રેસમાં કમલા હેરિસે ટ્રમ્પને પાછળ છોડી દીધા
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દિવસેને દિવસે જામતી જાય છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે ઘણા પ્રમુખ ચૂંટણી પ્રાંતોમાં લોકપ્રિયતામાં વધારો થયો છે. ચૂંટણી પ્રચાર માટે ફંડ એકઠું કરવા ભારતીય અમેરિકી હેરિસનું અભિયાન યથાવત્ છે. તેઓની રેલીઓમાં જંગી માનવ મેદની જોવા મળી રહી છે. કમલા હેરિસે સેન ફ્રાંસિસ્કોમાં ફંડ એકઠું કરવાના એક કાર્યક્રમમાં કહ્યું કે અમે આ ચૂંટણી જીતીશું. તેઓએ આ કાર્યક્રમમાં 1.2 કરોડ અમેરિકી ડોલર એકઠા કર્યા જેમાં ઘણા ભારતીય અમેરિકી સહિત આશરે 700 દાન આપનારે ભાગ લીધો હતો.
કમલા હેરિસે મોટો વાયદો કર્યો
ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસે લાસ વેગાસમાં જનતા સાથે વાયદો કર્યો કે તે રૅસ્ટોરન્ટ કર્મચારીઓ અને બીજા સેવા કર્મચારીઓ માટે અપાતી ટિપ પર લાગુ પડતા ટેક્સને નાબૂદ કરવાની દિશામાં કામ કરીશું.
હેરિસે જણાવ્યું કે, તમામને મારો વાયદો છે કે જ્યારે હું રાષ્ટ્રપતિ બનીશ તો અમે અમેરિકાના કામ કરતા પરિવારો માટે પોતાની લડાઈ યથાવત રાખીશું. આમાં લઘુતમ વેતન વધારવું અને સેવા તેમજ આતિથ્ય કર્મચારીઓ માટે અપાતી ટિપ પર ટેક્સને સમાપ્ત કરવાનું સામેલ છે.
રસપ્રદ વાત જાણી લો
આ બધામાં રસપ્રદ એ પણ છે કે, રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચારમાં એક જેવી જ વાતો કરી રહ્યા છે. લાસ વેગાસની અર્થવ્યવસ્થા ઘણે હદ સુધી હોટલ, રૅસ્ટોરન્ટ અને મનોરંજન ઉદ્યોગો પર નિર્ભર છે. ટ્રમ્પે પણ જૂનમાં એક રેલીમાં આવી જ વાત કરી હતી. પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસના સમર્થન વગત ના તો આ પગલું ટ્રમ્પ ઉઠાવી શકશે અને ના તો હેરિસ


