- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ
- કુખ્યાત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી
- બોમ્બ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત અને મોતને ભેટે લોકોના સંખ્યા 13 છે
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો છે. એક મિનિ વેનમાં કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં એક વ્યકિતનું મોત થયું છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે સોમવારે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકવાદી જૂથે એક નિવેદનમાં કહ્યું કે, તેને શિયા લઘુમતી સમુદાયના સભ્યોને ટાર્ગેટ બનાવતા વિસ્ફોટ કર્યો હતો. ઈસ્લામિક સ્ટેટે કરેલા બોમ્બ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત અને મોતને ભેટે લોકોના સંખ્યા 13 દર્શાવવામાં આવી છે.


