- પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ
- પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં લોકોની હાલત ખરાબ
- પાકિસ્તાનના 11 શહેરોમાં સર્વે સર્વે કરાયો
પાડોશી દેશ પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. પાકિસ્તાન આર્થિક રીતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં લોકોની હાલત એવી છે કે લોકોને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બે કામ કરવા પડે છે. પરંતુ તેમ છતાં તેમની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી.
આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા પૈસા નથી
આ માહિતી એક સર્વેમાં સામે આવી છે. આ સર્વે પાકિસ્તાનના કુલ 11 શહેરોમાં રહેતા લોકો પર કરવામાં આવ્યો છે. હાલમાં પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના 74 ટકા લોકો પાસે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે પૈસા નથી.
મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો
આ સર્વે અનુસાર, મે 2023માં લગભગ 60 ટકા લોકો માનતા હતા કે તેઓ મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2024માં આવા લોકોની સંખ્યા 14 ટકા વધીને 74 ટકા થઈ ગઈ છે.
પાકિસ્તાનના 11 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના 11 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ 2024 વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 1,110 લોકોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સર્વે 18 થી 55 વર્ષની વયના લોકોમાં કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનનું જાહેર દેવું 61.4 લાખ કરોડ રૂપિયા વધ્યું
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે તેને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી લોન પર નિર્ભર રહેવું પડે છે. આ જ કારણ છે કે પાકિસ્તાન પર વૈશ્વિક દેવું સતત વધી રહ્યું છે. જેના કારણે હવે કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા તેમને નાણાં ઉછીના આપતી નથી, પાકિસ્તાનના નાણાં મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે લગભગ 16 વર્ષમાં પાકિસ્તાનનું જાહેર દેવું 61.4 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.


