- ન્યુઝીલેન્ડ એક સુંદર દેશ છે
- જાણો શું છે ન્યુઝીલેન્ડ વર્ક વિઝા
- ન્યુઝીલેન્ડ વિઝા પ્રકારો કેટલા છે
ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે જે ઘણી સુંદર જગ્યાઓથી ભરેલો છે. જો તમે તે બધું જોવા માંગતા હો, તો તમારે ઓછામાં ઓછા એક કરતા વધુ વાર મુલાકાત લેવી પડશે. પરંતુ કેટલાક સ્થાનો એવા છે જે સ્પષ્ટપણે અન્ય કરતા વધુ મહત્વપૂર્ણ છે. આ સ્થળો દેશની વાસ્તવિક સુંદરતા દર્શાવે છે. એક ભારતીય તરીકે, જો તમે ન્યુઝીલેન્ડ જવા માંગો છો તો તમારે ન્યુઝીલેન્ડના વિઝા મેળવવાના નિયમો જાણવા પડશે.
ન્યુઝીલેન્ડ વર્ક વિઝા શું છે?
ન્યુઝીલેન્ડ વર્ક વિઝા એ એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, જે વિદેશી નાગરિકો જેમ કે ભારતીયોને ન્યુઝીલેન્ડમાં કામ કરવાની મંજૂરી આપે છે.
ન્યુઝીલેન્ડ વિઝા પ્રકારો
ટૂરિસ્ટ સિંગલ – 40-60 દિવસ
ટૂરિસ્ટ મલ્ટિપલ – 40-60 દિવસ
બિઝનેસ સિંગલ – 40-60 દિવસ
બિઝનેસ મલ્ટિપલ – 40-60 દિવસ
ન્યુઝીલેન્ડ વર્ક વિઝાની મેળવવા માટે જરૂરી મુદ્દા
- વિદેશી નાગરિકો પાસે ન્યુઝીલેન્ડના એમ્પ્લોયર તરફથી નોકરીની ઓફર હોવી આવશ્યક છે.
- નાગરિકો વિશેષ કાર્ય યોજના ધરાવતા દેશના છે, અથવા નાગરિક અહીં અભ્યાસ કરી રહ્યા છે અને અહીં કામ કરવામાં રસ ધરાવે છે.
- નાગરિકો કામ-સંબંધિત હેતુઓ અથવા ઈવેન્ટ્સ માટે ન્યુઝીલેન્ડ આવશે, અથવા અહીં કોઈ ભાગીદાર હશે જેની સાથે તેઓ જોડાવા અને કામ કરવા માંગે છે.
ભારતમાંથી ન્યુઝીલેન્ડ વર્ક વિઝા માટે કેવી રીતે અરજી કરવી?
ઓનલાઈન પ્રક્રિયા
- વ્યક્તિઓ ન્યુઝીલેન્ડના વર્ક વિઝા માટે ન્યુઝીલેન્ડ ઈમિગ્રેશનની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
- વ્યક્તિઓ ચોક્કસ પ્રકારના વર્ક વિઝા માટે અરજી કરી શકે છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. આ પછી વ્યક્તિઓને ઈ-વિઝા આપવામાં આવશે.
- વેબસાઈટમાં ગાઈડલાઈન ઓપ્શન છે જ્યાં વ્યક્તિઓ વિઝા અરજી પર સંપૂર્ણ ગાઈડલાઈન મેળવી શકે છે. ન્યુઝીલેન્ડના વર્ક વિઝા અરજદારોએ વધુ સહાયતા માટે આ ગાઈડલાઈન વાંચવી જોઈએ.
- હાલમાં વૈશ્વિક રોગચાળાની પરિસ્થિતિને કારણે મોટાભાગની અરજીઓ હોલ્ડ પર છે.
ઓફલાઈન પ્રોસેસ
- ઓફિશિયલ વેબસાઈટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
- વિઝા પ્રકાર પસંદ કરો.
- વિઝા એપ્લિકેશન ફોર્મ ભરો.
- એપ્લિકેશનને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે અધિકારીને સબમિટ કરો.
- વિઝા ફી પણ ચૂકવો.
ન્યુઝીલેન્ડ માટે વર્ક વિઝા માટે પ્રોસેસિંગનો સમય શું છે?
ન્યુઝીલેન્ડ માટે વર્ક વિઝા માટે અરજીઓને પ્રક્રિયા કરવામાં ઓછામાં ઓછા 5 મહિના લાગે છે. એન્ટરપ્રેન્યોર વર્ક વિઝા માટે પ્રોસેસિંગનો સમય 12 થી 16 મહિનાનો છે. વર્ક વિઝાના પ્રકાર, દૂતાવાસના નિયમો, અરજદાર પ્રોફાઈલ વગેરેના આધારે વિઝા અરજીમાં 3 મહિનાથી 7 મહિનાનો સમય લાગી શકે છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


