- બાંગ્લાદેશના ઠાકુરગામના મંદિરપારા ગામમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવ્યું
- વચગાળાની સરકારે આશ્વાસન આપ્યું કે ગુનેગારોને સજા આપવામાં આવશે
- બાંગ્લાદેશમાં પૂર્વ સરકારના પતન પછી હિંદુઓ પર અત્યાચારો યથાવત્
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હજી પણ હિંસા, અરાજકતાનો માહોલ રોકાઈ નથી રહ્યો. ભીષણ આગચંપીની સ્થિતિ વચ્ચે સ્થિતિ કથળી ગઈ છે. પૂર્વ પીએમ શેખ હસીના સરકારના રાજીનામા પછી દેશ છોડી પલાયન થયા બાદ પ્રદર્શનકારીઓ માર્ગો પર ઉતરી પડયા હતા. જે બાદ સ્થિતિ એવી સર્જાઈ કે બાંગ્લાદેશના લઘુમતીઓના ઘર, દુકાનો, મંદિરો, વ્યાપારિક સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. નવી સરકારની રચના બાદ પણ હિંસકી ટોળાએ વધુ એક હિંદુ પરિવારના ઘરમાં આગચંપી કરી જેને રાજકીય રીતે કોઈ લેવા-દેવા નહોતું.
મળતી માહિતી અનુસાર, આ યુનિયનના નિંબારી કમારપારા ગામમાં થોડા દિવસો પહેલા આવી ઘટના બની હતી. જ્યારે અનંત બર્મનના ઘરને આગને હવાલે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો. ફરાબારીના નિવાસી રાબિન રોયે કહ્યું કે પૂર્વ સરકારના પતન પછીથી જ શરૂ થયેલી ઘટનાઓ પછી હિંદુ સમુદાય પર અત્યાચાર શરૂ થયા છે.


