- ચકચારી મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને ભારત લવાશે
- પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી રાણાને પ્રત્યાર્પણ સંધિને કોર્ટમાં પડકારી હતી
- અમેરિકાની એક કોર્ટે આરોપી રાણા વિરુદ્ધ ચુકાદો આપ્યો
મુંબઈ આતંકવાદી હુમલાના સૌથી મોટા કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે મોટો આંચકો આપ્યો છે. જે બાદ આ આરોપીને ભારત લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની એક કોર્ટે મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આરોપી અને પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણા વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે તેના પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપવામાં આવશે.
ત્રણ જજની બેંચે ચુકાદો આપ્યો
અમેરિકાની કોર્ટમાં ત્રણ જજની પેનલે ચુકાદો તૈયાર કર્યો હતો. કાવતરાખોરની દલીલોના આધાર પર કરાયેલા કરાર કોઈ અલગ પરિણામ પર આવવા માટે રોકશે નહીં. પેનલે માન્યું કે નોન બિસ ઈન આઈડેમ અપવાદ આ કેસમાં લાગુ નથી થતો, કારણ કે, ભારતીય આોપોમાં તેના આરોપોથી સામેલ છે. જેના માટે આરોપી રાણાને અમેરિકાથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. પેનલે પોતાના ચુકાદામાં એવું પણ અવલોકન ટાંક્યું કે, ભરાતના જજે આ તારણનું સમર્થન કરવા પૂરતા પુરાવા મજબૂત રીતે રદૂ કર્યા છે. રાણાએ ગુના કર્યા છે, જેના તેની પર આરોપ છે.
તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણ સંધિથી સુરક્ષા માંગી
મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર એવા આરોપી તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણ સંધિ અંગે ચુકાદો આપનાર જજ સમક્ષ તેને દલીલ કરી હતી કે ભારતની સાથે અમેરિકી પ્રત્યાર્પણ સંધિ તેને નોન બિસ ઈન આઈડેમ જોગવાઈના લીધે સુરક્ષા આપવામાં આવે છે. તેને એવી પણ દલીલ કરી કે ભારતે એ પુરવાર કરવું પડશે તે પૂરતા પુરાવા નથી આપ્યા કે ગુનો એને જ કર્યો છે. કોર્ટે રાણાની આ બધી દલીલો ફગાવી દઈને તેને પ્રત્યાર્પણ કરવાનું પ્રમાણપત્ર જાહેર કર્યું હતું.


