- વિશ્વના સૌથી ધનિકમાં ગણતરી થાય તેવા માર્ક ઝુકરબર્ગે તેની પત્નીને સાત ફૂટની મૂર્તિ ભેટમાં આપી
- માર્કના આ અંદાજની ભારતમાં પણ પસંદ કરવામાં આવી
- ઘણા લોકો આ માટે માર્કની પ્રશંસા કરી રહ્યાં છે.
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાની પત્ની પ્રિસિલા ચેનને એક એવી ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વિશ્વના સૌથી ધનિક વ્યકિતમાં જેની ગણતરી થાય છે તે માર્કના આ અંદાજની ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. માર્ક ઝુકરબર્ગે પોતાની પત્નીને તેની સાત ફૂટની મૂર્તિ ગિફ્ટમાં આપી છે. ઘણા લોકો આ માટે માર્કની પ્રશંસા કરી રહ્યાં છે.
માર્કે પોસ્ટ કરી જાણકારી આપી
માર્ક ઝુકરબર્ગે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પત્નીની ભવ્ય અને સુંદર મૂર્તિની પાસે ઊભી રહેલો ફોટો અને ગીફટનો એક વીડિયો શેર કર્યો છે. માર્કે ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્સનમાં લખ્યું કે, પત્નીની મૂર્તિઓ બનાવવાની રોમન પરંપરાને પરત લાવી
માર્ક ઝુકરબર્ગ દ્વારા પોતાની પત્ની પ્રિસિલા ચેનને આપેલી ભેટ એક લાલ ઝંડો શા માટે છે? આની પર જુદાજુદા લોકોએ પોતાના મંતવ્યો મૂક્યા હતા. અમેરિકી દંપતની થેરેપી નિષ્ણાત ઈસાબેલ મોર્લેએ જણાવ્યું કે માર્ક દ્વારા પોતાની પત્નીને ગીફ્ટમાં આપેલી સાત ફૂટ ઉંચી મૂર્તિ ફિરોઝા અને ચાંદીની મૂર્તિ જેને ઓનલાઈન ઘણા પોઝિટિવ રિએક્શન મળ્યા હતા. મેટા સીઈઓ માટે સૌથી મોટું લાભનું કારણ છે .
શું આ સૌથી મોંઘી ગિફ્ટ છે?
મળતી માહિતી અનુસાર, કોઈપણ કારણ વગર ઝુકરબર્ગે પોતાની પત્ની માટે મોંઘી ગીફ્ટ ખરીદી હતી. જે બાદ આને ગાર્ડનમાં મૂકી હતી. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોતાના મિત્ર અને સંબંધીઓ અંગે અપડેટ પોસ્ટ કરતા હોય છે અને પોતાના જીવનસાથીની ઓનલાઈન પ્રશંસા કરવાનું પસંદ કરે છે જોકે માર્ક માટે ચીજો અલગ છે, જેના આશરે 14.5 મિલિયન ફોલોઅર્સ છે
Disclaimer : માર્ક ઝુકરબર્ગની ઈમેજ સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.


