- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એ બ્રાઝિલમાં તેની કામગીરી બંધ કરી દીધી છે
- બ્રાઝિલના લોકો હજુ પણ એક્સની સેવાઓનો ઉપયોગ કરી શકશે
- એલોન મસ્કે ટ્વિટ કરીને આ જાણકારી આપી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’, જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું, તેણે જાહેરાત કરી છે કે તે બ્રાઝિલમાં તેની કામગીરી બંધ કરી રહ્યું છે. પ્લેટફોર્મે દાવો કર્યો છે કે તેઓએ આ નિર્ણય બ્રાઝિલના ન્યાયાધીશ એલેક્ઝેન્ડર ડી મોરેઈસના સેન્સરશિપના ઓર્ડર બાદ લીધો છે. એક્સના ગ્લોબલ ગવર્નમેન્ટ અફેયર્સ પેજ પર સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે. એક્સના માલિક એલોન મસ્કએ પણ ટ્વીટને રિપોસ્ટ કર્યું છે. પરંતુ બ્રાઝિલમાં પ્લેટફોર્મે માત્ર ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક્સ પહેલાની જેમ ચાલુ રહેશે.
એલોન મસ્કએ પણ ટ્વીટને રિપોસ્ટ કર્યું
એક્સ એ ગ્લોબલ ગવર્નમેન્ટ અફેયર્સ પેજ દ્વારા પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘એલેક્ઝેન્ડર ડી મોરાઈસ’ એ અમારા લીગલ રીપ્રેઝેન્ટિવને ધમકી આપી છે કે જો તે સેન્સરશિપના આદેશોનું પાલન નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે. “તેઓએ આ એક ગુપ્ત આદેશ દ્વારા કર્યું છે, જેને અમે તેમની એક્શનને એક્સપોઝ કરવા માટે અહીં શેર કરી રહ્યા છીએ.”
નિવેદનમાં એક્સ આગળ એ પણ લખ્યું છે કે ‘અમારી ઘણી અપીલો સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં આવી ન હતી. બ્રાઝિલના લોકોને આ આદેશો વિશે જાણ કરવામાં આવી નથી અને અમારા પ્લેટફોર્મ પર કન્ટેન્ટને બ્લોક કરવામાં આવશે કે નહીં તેની જવાબદારી અમારા બ્રાઝિલિયન સ્ટાફ નથી અને તેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી. આ હોવા છતાં, મોરાઈસે બ્રાઝિલમાં અમારા સ્ટાફને ધમકી આપવાનું નક્કી કર્યું, જ્યારે તેણે કાયદા અને યોગ્ય પ્રક્રિયાનો આદર કરવો જોઈએ.
સુરક્ષાને કારણે કામ બંધ
એક્સે કહ્યું કે અમારા સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે અમે બ્રાઝિલમાં આ સમયથી અમારી કામગીરી બંધ કરી રહ્યા છીએ. પરંતુ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક્સની સેવાઓ બ્રાઝિલના લોકોને મળતી રહેશે. એક્સ કહે છે કે અમને આ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવ્યાનું અમને ખૂબ જ દુઃખ છે. આની જવાબદારી સંપૂર્ણપણે એલેક્ઝેન્ડર જી મોરાઈસ પર રહેશે.


