- યુક્રેન, નાટોની તૈયારીઓને જોઈ રશિયાએ મિસાઈલ ફોર્સને એક્ટિવેટ કરી દીધી
- ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને નષ્ટ કરવા ડર્ટી બોમ્બ ઉપયોગમાં લે તેવો રશિયાનો દાવો
- રશિયાને ડર છે કે, યુક્રેન તેના બે વિસ્તારમાં આવેલા પરમાણુ સાઈટ પર હુમલો કરશે
રશિયાને હવે એવો ડર છે કે યુક્રેન તેના કુર્સ્ક અને જેપોરોઝી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલા કરી શકે છે. રશિયાની સિક્યોરિટી એજન્સીને આશંકા છે કે યુક્રેન એવા હથિયારોનો ઉપયોગ કરશે જેને વોરહેડ રેડિયોએક્ટિવ થઈ શકે છે. જો આવા હથિયારનો ઉપયોગ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટસ પર કરાશે તો ભયાનક તબાહી સર્જાશે.
રશિયાના ડિફેન્સ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે યુક્રેનના દેનપ્રોપેટ્રોવસ્ત વિસ્તારના ઝોલ્તિએમાં આ હથિયાર પહોંચી ગયા છે. આ જાણકારી રશિયન સિક્યોરિટી અધિકારીઓ જાહેર કરી હતી. ખારકોવ વિસ્તારમાં મિલિટ્રી સિવિલ એડમિનિસ્ટેરનશને જણાવ્યું કે, યુક્રેન રશિયા ન્યૂક્લિયર ફેસિલિટીને ઉડાવી શકે છે.
રશિયાના ઘણા પાવર પ્લાન્ટ ટાર્ગેટ પર
આ તરફ યુક્રેનનો દાવો છે કે રશિયા જાતે સેલ્ફ ફાયરિંગ કરશે અને આ આખા મામલાને વધારશે. રશિયાને દાવા પ્રમાણે તેને આ જાણકારી પકડેલા યુક્રેની યુદ્ધકેદીઓથી મળી છે. યુક્રેન દ્વારા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાનું આયોજન પશ્ચિમી દેશોનું છે. આમાં બ્રિટન પણ વિશેષ રીતે સામેલ છે. સુમી અને જેપોરોઝી વિસ્તારમાં ઘણા પશ્ચિમી દેશોનું મીડિયા પહોંચ્યું છે જેથી આ હુમલાનું લાઈવ કવરેજ કરી શકે.
ડર્ટી બોમ્બની સ્ટોરી
એક વાત એ પણ ચાલી રહી છે કે, યુક્રેન અત્યાર સુધી ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે છે. આ ડર્ટી બોમ્બનો વપરાશ કુર્સ્ક અને જેપોરોઝી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર જ કરશે. ડર્ટી બોમ્બનો અર્થ એવો થાય છે કે એવું હથિયાર જેમાં રેડિયોએક્ટિવ પદાર્થ હોય પરંતુ તે સંપૂર્ણ રીતે ન્યૂક્લિયર બોમ્બ નથી હોતું


