- હું એના કરતાં સારો દેખાઉ છું: ડોનાલ્ડ ટ્રમ્પ
- ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કમલા હેરિસ પર વ્યક્તિગત કર્યો હુમલો
- તાજેતરમાં પેન્સિલવેનિયાની એક રેલીમાં ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને માત્ર ત્રણ મહિના કરતાં પણ ઓછો સમય વધ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વાહિયાત નિવેદનો માટે જાણીતા છે. એકવાર ફરી ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસને લઈ એવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં દાવો કર્યો છે કે તે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની હરિફ કમલા કરતાં સારો દેખાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે હું કમલા હેરિસ કરતાં ખૂબ સારો દેખાઉ છું. મને લાગે છે કે, હું કમલાથી દેખાવમાં સારો છું. મહત્ત્વનું છે કે, પેન્સિલવેનિયા એવા રાજ્યોમાનું એક છે જે આ ચૂંટણીમાં જીત અથવા હાર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવું મનાઈ રહ્યું છે કે, ટ્રમ્પે આ ટિપ્પણી કટાર લેખ પછી કરી છે. જેમાં કટાર લેખકે કમલા હેરિસ માટે લખ્યું હતું કે તમે તેની કોઈ ખરાબ ઈમેજ નથી લઈ શકતા.
કટાર લેખકે કમલા હેરિસ વિશે શું લખ્યું ?
કોલમિસ્ટે કમલા હેરિસ માટે લખ્યું કે તમે કમલા હેરિસનો કોઈ ફોટો ખરાબ નથી લઈ શકા. તેની સુંદરતા અને સામાજિક હૂંફ જે અંગે જાણતા લોકો વર્ષોથી વાત કરતા આવ્યા છે કે હેરિસને મળીને એક નવીનતા મળતી હોય છે. એવું મનાય છે કે, ટ્રમ્પે આ લેખથી ગુસ્સે ભરાઈ કમલા હેરિસ પર વ્યકિતગત હુમલો કર્યો છે.
સેનેટને ટ્રમ્પની સલાહ
તેમની રેલીમાં ટ્રમ્પે પેન્સિલવેનિયાથી સેનેટ માટે ચૂંટણી લડી રહેલા રિપબ્લિકન ઉમેદવાર ડેવિટ મેકકોર્મિકને સ્ટેજ પરથી કહ્યું હતું કે, “તમને હવે આ કહેવાની છૂટ નથી, આ જાળમાં ક્યારેય પડશો નહીં. ડેવિડ, સ્ત્રીને ક્યારેય સુંદર ન કહો, કારણ કે આમ કરવાથી તમારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.
કમલાની આર્થિક યોજના પર પણ હુમલો કર્યો
ટ્રમ્પ અહીં જ ન અટક્યા, તેમણે શુક્રવારે કમલા હેરિસ દ્વારા લાવવામાં આવેલી આર્થિક યોજનાને ‘અમેરિકામાં સામ્યવાદની શરૂઆત’ ગણાવી અને તેની સરખામણી વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરો સાથે કરી અને તેને ‘માદુરો પ્લાન’ ગણાવી.
આવું પહેલીવાર નથી થયું. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ વ્યકિતગત હુમલા કર્યા છે. ગત ત્રણ અઠવાડિયામાં ટ્રમ્પે હેરિસ વિરુદ્ધ ઘણા હુમલા કર્યા છે. તેને કમલા હેરિસને પાગલ પણ કહીં છે. તેની જાતિ વિષયક પર સવાલ ઉઠાવ્યા છે અને એટલે સુધી કે, તેને આ વ્યકિતગત હુમલાનો હક છે. કારણ કે, તે ગુસ્સા દેવડાવે છે. બીજી તરફ હેરિસે પણ તેને વિચિત્ર કહ્યા છે.


