- ટોક્યોના ઇબારકીમાં રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો
- મધ્ય ટોક્યોમાં ભૂકંપના આંચકાની અસર અનુભવાઈ
- મોટા ભૂકંપની સંભાવના પહેલા કરતા વધારે
જાપાનમાં 5.1ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર ટોક્યોના ઉત્તરપૂર્વમાં ઇબારકીમાં હતું. જાપાનના હવામાન વિભાગ અનુસાર મધ્ય ટોક્યો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા 5.1 હતી
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે સ્થાનિક સમય પ્રમાણે 12.50 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા જાપાનીઝ સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર 7થી ઓછી માપવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 5.1 હતી.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે
હવામાન વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેની અસર મધ્ય ટોક્યોમાં પણ અનુભવાઈ હતી. પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
જાપાને મેગાક્વેકની આંશકા વ્યક્ત કરી હતી
જાપાને હાલમાં જ મેગાક્વેકની આંશકા વ્યક્ત કરી હતી. જો કે, એક અઠવાડિયા બાદ આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. તાજેતરમાં જ જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
લોકોને સાવચેત કરાયા
ત્યારબાદ જ જાપાનના હવામાન વિભાગે મેગાક્વેકની ચેતવણી આપી હતી. 8 ઓગસ્ટે જાપાનના દક્ષિણ ભાગમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે, લોકોને સતર્ક રહેવા ચેતવણી આપવામાં આવી છે. એજન્સીએ કહ્યું છે કે, મોટા ભૂકંપની સંભાવના પહેલા કરતા વધારે છે. તેથી સાવચેત રહો.


