- પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હૃદય દ્રાવક ખબર
- પોસ્ટમોર્ટમ વગર મૃતદેહો સ્વજનોને પરત સોંપી દેવાયા
- મોત અંગેની તપાસના આદેશ આપવામાં આવ્યા
પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. અહીં ઝેરી ખોરાક ખાવાના નવ લોકોનાં મોત થયા હતા. જેમાં આઠ ભાઈ-બહેન હતા. એક વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં પાંચ બહેનો અને ત્રણ ભાઈ સામેલ છે. જેની ઉંમર ચારથી 18 વર્ષની વચ્ચે છે. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોસ્ટમોર્ટમ વગર મૃતદેહો સ્વજનોને પરત સોંપી દેવાયા
મળતી માહિતી અનુસાર, આ ઘટના ખૈરુપુર જિલ્લાના પીર-જો-ગોધ પાસે હૈબત ખાન બ્રોહી ગામમાં સોમવારે રાત્રે બની હતી. અહીં 10 પરિવારના સભ્યો અને મહેમાનોએ ભોજન લીધા બાદ તરત બેભાન થઈ ગયા હતા. તેઓના સંબંધીઓ અને પડોશીઓ તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા. જો કે પોસ્ટમોર્ટમ કરવા કોઈ તબીબ ન હોવાથી તેઓના મૃતદેહ સ્વજનોને પરત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ હોસ્પિટલ ઉપર બેદરકારીનો આરોપ મૂક્યો હતો. તેઓનું કહેવું છે કે, જો પીડિતને યોગ્ય સમયે સારવાર અપાઈ હોત તો આટલા મોત ન થયા હોત.એક વ્યકિત સારવાર હેઠળ
મળતી માહિતી અનુસાર, અન્ય લોકોના ઝેરને લીધે મોત થયા હતા અને આ રીતે નવ ભાઈ-બહેનોના મોત થયા છે. તેમને જણાવ્યું કે 10મા પીડિતની સ્થિતિ અસ્થિર છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છ.
તપાસના આદેશ આપવામાં આવ્યા
આટલા બધા મોતને લઈ પોલીસે જણાવ્યું કેસ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન સુકકુરના ખાદ્ય વિભાગના અધિકારીઓની ટીમે પીડિતોએ ઉપયોગમાં લીધેલા ખાવના નમૂના એકઠા કરી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. સિંધના મુખ્યમંત્રીએ તપાસ પંચને મોતનું કારણ જાણવા અને તેની સઘન તપાસ કરવા નિર્દેશ આપ્યા છે.


