- ન્યુઝીલેન્ડ સરકારે સ્થળાંતરિત યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરી છે
- આ અરજદારોને પાર્ટ-ટાઈમ કામ કરવાની તક આપશે
- આ ફેરફારોથી કોને ફાયદો થશે તે જાણો
ન્યુઝીલેન્ડ સરકારે સ્થળાંતરિત યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જે તેમને પાર્ટ-ટાઈમ કામ કરવાની તક આપશે. આ નવો નિયમ એવા યુવાનો માટે છે જેમણે પોતાના પરિવાર સાથે ન્યુઝીલેન્ડમાં નિવાસ વિઝા માટે અરજી કરી છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ ફેરફારની જાહેરાત ન્યુઝીલેન્ડના ઈમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા કરવામાં આવી છે.
નિયમનો હેતુ શું છે
મિનિસ્ટર સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે, ‘ઘણા યુવાનો કે જેઓ પારિવારિક નિવાસ માટેની અરજીઓની પ્રક્રિયામાં છે, તેઓ કામ કરી શકતા નથી. તેઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં મુશ્કેલી પડે છે અને તેઓ સ્કિલ્ડ વર્ક વિઝા માટે પાત્ર નથી. કોઈપણ યુવાન વ્યક્તિના જીવનમાં આ એક મહત્વપૂર્ણ સમય છે, અને અમે ઈચ્છીએ છીએ કે 17 થી 24 વર્ષની વયના ઈમિગ્રન્ટ્સ, જેમણે અહીં હાઈસ્કૂલ પૂર્ણ કરી છે અને નિવાસ માટે અરજી કરી છે, તેઓ કામ કરવા સક્ષમ બને અને જીવનમાં આગળ વધવાની તક મળે.”
નિયમો હેઠળ પાત્રતા
આ સુવિધાનો લાભ મેળવવા માટે સ્થળાંતર કરનારાઓએ આ શરતો પૂરી કરવી પડશે.
પ્રવાસી પહેલાથી નિવાસ વિઝા માટે અરજી કરી હોવી જોઈએ, જેમાં ડિપેન્ડેન્ટ ચાઈલ્ડ રેજિડેન્ટ વિઝા અથવા સ્કિલ્ડ માઈગ્રેન્ટ કેટેગરી વિઝા સામેલ છે.
અરજદાર યોગ્ય વિઝિટર વિઝા ધારક હોવો જોઈએ અને વર્ક વિઝા ધારક અથવા ન્યુઝીલેન્ડના નાગરિક/નિવાસીનું આશ્રિત બાળક હોવું જોઈએ.
અરજદારોની ઉંમર 17 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હાઈસ્કૂલ પૂર્ણ કરી હોય.
ન્યુઝીલેન્ડ વર્ક વિઝા માટે કામના કલાકો
આ નિયમ હેઠળ, પાત્ર સ્થળાંતર કરનારાઓ શાળાના સમય દરમિયાન અઠવાડિયામાં 20 કલાક અને ઉનાળાની રજાઓમાં અઠવાડિયામાં 40 કલાક સુધી કામ કરી શકશે. આ સુવિધા એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ડિપેન્ડન્ટ ચાઈલ્ડ સ્ટુડન્ટ વિઝા પર છે.
આ સુવિધા ઓક્ટોબરના અંત સુધી લાગુ રહેશે. ઈમિગ્રેશન ન્યુઝીલેન્ડ 30 ઓગસ્ટ સુધી જણાવશે કે આ ફેરફાર માટે કેવી રીતે અરજી કરવી અને તે ક્યારે લાગુ થશે તેની માહિતી સુધીમાં આપશે. આ પગલું ઈમિગ્રેશન સિસ્ટમમાં વધુ સુધારો કરવાની સરકારની યોજનાનો એક ભાગ છે. ઈમિગ્રેશન નિયમોનો યોગ્ય અમલ એ સરકારની આર્થિક પુનઃપ્રાપ્તિ યોજનાનો આવશ્યક ભાગ છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


