- સીઇઓ બ્રાયન નિકોલ કેલિફોર્નિયામાં રહે છે અને ઓફિસ સિએટલમાં છે
- નિકોલને વાર્ષિક 1.6 મિલિયન ડૉલરનો બેઝિક પગાર ચૂકવવામાં આવશે
- નિકોલે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ હેડક્વાર્ટરથી કામ કરવું જરૂરી
સ્ટારબક્સના નવા મુખ્ય કાર્યકારી અધિકારી બ્રાયન નિકોલ પોતાના કેલિફોર્નિયા સ્થિત ઘર અને સિએટલ સ્થિત વડામથક વચ્ચે ખાનગી જેટ વડે ઓફિસ આવન-જાવન કરશે. નિકોલના આ નિર્ણયની ટીકા પણ થઇ રહી છે. તાજેતરમાં જ કંપનીના સીઇઓ પદે નિયુક્ત કરાયેલા બ્રાયન નિકોલ કંપનીના વડામથકથી કામ કરે તે માટે સિએટલ જાય તે વાતની કોઇ સંભાવના નથી.
અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે કરાયેલા એસઇસી ફાઇલિંગમાં જાણવા મળ્યુ હતું કે તેમના ઓફર લેટરથી જાણવા મળ્યુ હતું કે નિકોલને અઠવાડિયામાં ત્રણ વાર પોતાના કેલિફોર્નિયા સ્થિત ઘર અને સિએટલ સ્થિત ઓફિસ વચ્ચે આવવા-જવા માટે કંપનીના ખાનગી જેટનો ઉપયોગ કરવાની મંજૂરી રહેશે.અહેવાલો અનુસાર સીઇઓ અંગે થયેલા આ ખુલાસાને જળવાયુ પરિવર્તન વિશે કોર્પોરેટ પાખંડનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. એ પણ ત્યારે જ્યારે સ્ટારબક્સ પોતાના સ્ટોરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ઘટાડવા માટે ગ્લોબલ લેવર પર પેપર સ્ટ્રોને વધારો આપી રહી છે. ઓફર લેટરથી જાણવા મળે છે કે 50 વર્ષીય નિકોલને સ્ટારબક્સના સીઇઓ તરીકે વાર્ષિક 1.6 મિલિયન ડૉલરનો બેઝિક પગાર મળશે.
ત્રણ દિવસ હેડઓફિસથી કામ કરવું જરૂરી :
ઓફર લેટરમાં સ્પષ્ટ કરાયું છે કે નિકોલે કંપનીના સિએટલ સ્થિત વડામથક ખાતે જવાની જરુર નહીં રહે. તેઓ પોતાના ઘરેથી આવવા-વા અને પોતાની ફરજને પૂરી કરવા માટે કોઇપણ જરુરી વ્યવસાયિક પ્રવાસ કરે તે અપેક્ષા રખાશે. સ્ટારબક્સમાં પોતાના કાર્યકાળ દરમિયાન બ્રાયન નિકોલે પોતાના ગૃહ શહેર અને સિએટલ સ્થિત હેડક્વાર્ટર વચ્ચે પ્રવાસ માટે કંપનીના વિમાન સુધી એક્સેસ મળશે. નિકોલે કંપનીની પોલિસી અનુસાર અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ હેડક્વાર્ટરથી કામ કરવું જરૂરી છે.


