- કોરોના વાયરસની જેમ ખૂબ ઝડપથી મંકીપોક્સ ફેલાઈ રહ્યો છે
- વિશ્વ આરોગ્ય સંસ્થા પણ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુકી છે
- એમપોક્સથી અત્યાર સુધી કુલ 541 લોકોનાં મોત થયા
કોરોના વાયરસની જેમ હવે આફ્રિકન દેશ કોંગોમાં ગત એક અઠવાડિયાથી એક હજારથી વધુ મંકીપોક્સના નવા કેસ સામે આવી રહ્યા છે. આને લઈ ત્યાંની વહીવટી તંત્ર પણ ચિંતિત થઈ ગયું છે. ત્યાંના આરોગ્ય અધિકારીઓ મંકીપોક્સના વધતા કેસોની મદદ માટે જરૂરી રસીની માંગ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને અઘાઉથી આફ્રિકામાં પ્રકોપને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરી ચુક્યું છે.
મંકીપોક્સ વાયરસ એવા પરિવારથી સંબંધિત છે જેમાં શીતળા થતા હોય છે. આમાં ઠંડી લાગવી, તાવ આવવો, શરીરમાં દર્દ જેવા લક્ષણો હોય છે. વધુ ગંભીર કેસોમાં લોકોનાં ચહેરા, છાતી અને જનનાંગો પર ગૂમડાં થતા હોય છે.
એમપોક્સથી મોતનો આંકડો કેટલો વધ્યો?
આફ્રિકનના 54 દેશમાંથી 12 દેશમાં મંકીપોક્સના કેસો સામે આવી ચુક્યા છે, જ્યારે કોંગોમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ કેસ નોંધાયા છે. આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે વર્ષ-2024માં કુલ 18,910 કેસોમાંથી 94 ટકા અથવા 17,794 કેસ એકલા કોંગોમાં સામે આવ્યા છે. આ વર્ષે આ બીમારીથી 541 લોકોનાં મોત થયા છે. જેમાં 535 મોત એકલા કોંગોમાં થયા છે.
30 લાખ રસીની જરૂરિયાત
આફ્રિકન દેશના એક અધિકારીએ જણાવ્યું કે, યુરોપિયન સંઘ અને રસી નિર્માતા કંપની પાસે સવા બે લાખથી વધુ રસી પુરી પાડવાનો વાયદો કર્યો છે. અમેરિકી એજન્સીએ કહ્યું કે કોંગોને રસીના 50 હજાર ડોઝ દાન આપ્યા છે. જાપાને પણ કોંગોના રસીના કેટલાક ડોઝ દાન કર્યા છે, પરંતુ આફ્રિકાને કદાચ આનાથી ક્યાંક વધુ જરૂર છે. કોંગોના આરોગ્ય મંત્રીએ કહ્યું કે એકલા તેઓના દેશને આ પ્રકોપને અટકાવવા 30 લાખ રસીના ડોઝની જરૂર છે. એમપોક્સ જે ઓછામાં ઓછા ચાર આફ્રિકન દેશમાં ફેલાયો છે.
આફ્રિકન દેશોમાં રોગ અટકાવવા મર્યાદિત ક્ષમતાઓ
આફ્રિકાના એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ઘણા અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં ટેસ્ટિંગ અને નિરીક્ષણ ક્ષમતાઓ મર્યાદિત છે. બુધવારે મળેલા આંકડા અનુસાર ગત સાત દિવસોમાં આફ્રિકામાં 1,405 નવા કેસોમાંથી 1030 કેસ કોંગોમાં નોંધાયા હતા. જ્યારે આફ્રિકામાં મંકીપોક્સના વધતા કેસો તથા કોંગોમાં વધુ સરળતારી ફેલાવમાં સક્ષમ વાયરસના એક નવા પ્રકારની ઓળખને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગત અઠવાડિયે આને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરી હતી.


