- પાકિસ્તાનમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ કથળી
- ભારે વરસાદને લીધે પાકિસ્તાનમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી 200થી વધુ થઈ
- ઘર પર વીજળી ખાબકતા બે બાળકો સહિત આઠ લોકો મોતને ભેટયા
ઉત્તર પાકિસ્તાનમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. પાકિસ્તાનમાં આવલેા સૌથી અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનના બન્નુ, મનસેહરા અને બીજા અન્ય જિલ્લાઓમાં સતત વરસાદને લોકોની હાલાકી વધી ગઈ છે. ગત રાત્રીના સમયે બે બાળકો સહિત આઠ લોકોનાં મોત થયાનું પણ સામે આવ્યું છે. સ્થાનિક અધિકારીઓએ આ અંગેની પુષ્ટિ આપી છે.
પાકિસ્તાનમાં આવેલા બન્નુમાં વીજળી ત્રાટકતા ઘરની છત ધરાશાયી થઈ હતી. જેના લીધે બે બહેનોની મોત થયું હતું. ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં આ રીતે છત પડવાની ઘટનામાં એક મા અને તેના સગીર પુત્રનું મોત થયું હતું. જ્યારે પહાડપુર તહસીલમાં પાણીના તેજ પ્રવાહમાં એક બાળકી તણાઈ ગઈ હતી.
પાકિસ્તાનમાં ઉભા પાકનું ધોવાણ
પાકિસ્તાનના મોહમ્મદ જિલ્લામાં ભારે વરસાદ બાદ એક મહિલાનું મોત થયું હતું જ્યારે મનસેહરાથી બે લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદથી પ્રાંતમાં ઊભી રહેલા પાકને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સાંબેલાધાર વરસાદને લીધે અત્યાર સુધી મૃતકોની સંખ્યા 215 થઈ ગઈ છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રાંતમાં સૌથી વધુ નુકસાન
અત્યાર સુધી સૌથી વધુ અસર પૂર્વ પંજાબ પ્રાંત રહ્યો છે. જ્યાં 86 લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનમાં વર્ષ-2022માં ઉનાળામાં ભારે વરસાદને લીધે થયેલા સૌથી ખરાબ પૂર, હોનારતોમાંની એક છે. મળતી માહિતી પ્રમાણે પૂરના લીધે 1700 લોકોનાં મોત થયા હતા. 33 મિલિયન લોકોને અસર થતા ઘર અને ખેતીવાડીને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું.


