- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલનું સૈન્ય અને ટેંક ગાઝામાં અંદર સુધી ઘુસ્યાના અહેવાલ
- હમાસની શરતો ન પૂરી થાય એવી હોવાથી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ શક્ચ ન બન્યું
ઈઝરાયલનું સૈન્ય સતત ગાઝા પટ્ટીમાં અંદર સુધી ઘુસતી જઈ રહી છે. ઈઝરાયલના ટેંક હમાસના લડવૈયાઓને હટાવતા મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીના ક્ષેત્રોમાં અંદર સુધી ઘુસ્યા છે. બીજી તરફ પેલેસ્ટાઈન જણાવ્યું કે, ગુરુવારે ઈઝરાયલના હુમલાથી આખા વિસ્તારમાં 22 લોકોનાં મોત થયા છે.
ઈઝરાયલી સૈન્યની પ્રતિક્રિયા ?
ગાઝામાં મળતી માહિતી અનુસાર, ઉત્તરી ગાઝાના શહેર બેત લાહિયામાં એક ઘર પર થયેલા હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે મધ્ય ગાઝાના અલ-મગાઝી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં એક પત્રકાર સહિત છ લોકોનાં મોત થયા હતા. દક્ષિણ ગાઝામાં જુદાજુદા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં પોતાનું સૈન્ય અભિયાન વધુ સઘન કર્યું છે.
બુધવારે મોડીરાત્રે જો બાઈડેન અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. ત્યારબાદ અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકને ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો. પરંતુ કોઈપણ પરિણામ વગત તેઓ પરત અમેરિકા ગયા હતા. હમાસ એક એવો કરાર ઈચ્છે છે કે જેમાં ગાઝામાં યુદ્ધ સમાપ્ત થાય અને ગાઝામાં ઈઝરાયલી અને વિદેશી બંધકોને મુક્ત કરવામાં આવી શકે. આના બદલે ઈઝરાયલ દ્વારા જેલમાં બંધ ઘણા પેલેસ્ટિયન લોકોને છોડવામાં આવે. આ કરાર ન થવાથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે અમેરિકાને દોષિત ઠેરવવામાં આવે છે.
ઈઝરાયલી ટેંકથી ગોળીબાર
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂના જણાવ્યા પ્રમાણે યુદ્ધ ત્યારે સમાપ્ત થશે જ્યારે હમાસને સમાપ્ત કરી દેવામાં આવશે. ઈઝરાયલનું કહેવું છે કે બંધકો અને કેદીઓની અદલા-બદલી માટે યુદ્ધવિરામ માત્ર એક હંગામી વિરામ હશે. ગાઝાના નિવાસીઓએ જણાવ્યું કે, ઈઝરાયલી ટેંક ખાન યુનિસના અલ-કરારા અને હમાદ ક્ષેત્રોમાં વધી રહ્યા છે. આવામાં ઘણા પરિવારોને તેના ઘર અને તંબુઓથી બહાર કરવામાં આવી રહ્યા છે. ઘણીવાર ટેંકો અને ડ્રોનથી ભારે ગોળીબાર કરાઈ રહ્યો છે.


