- વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય યુક્રેનની મુલાકાતે પહોંચ્યા
- અમેરિકાએ યુક્રેન માટે 125 મિલિયન US ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી
- આ હથિયાર રાષ્ટ્રપતિના ડ્રોડાઉન ઓથોરિટી દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. લાંબા સમયથી રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલા યુક્રેનની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે. પીએમ મોદી યુક્રેનની ધરતી પર પગ મૂકે તે પહેલા અમેરિકાએ યુદ્ધગ્રસ્ત યુક્રેન માટે મોટી જાહેરાત કરી છે અને 125 મિલિયન યુએસ ડોલર એટલે કે 10,493,301,375 રૂપિયાની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે.
અમેરિકા યુક્રેનને લગભગ $125 મિલિયન લશ્કરી સહાય મોકલશે
અમેરિકાના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, બાઇડેન વહીવટી તંત્ર યુક્રેનને લગભગ $125 મિલિયન નવી લશ્કરી સહાય મોકલશે. વોશિંગ્ટન કીવ દ્વારા રશિયામાં ઘૂસણખોરી અને યુદ્ધના બે વર્ષથી વધુ સમય બાદ વ્યાપક યુદ્ધક્ષેત્રના લક્ષ્યોને આગળ વધારવાની રીતને સમજવા માટે કામ કરવું રહ્યું છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સહાયતાના નવીનતમ પેકેજમાં એર ડિફેન્સ મિસાઇલ્સ, હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS), જેવલિન અને અન્ય એન્ટી-આર્મર મિસાઇલો, કાઉન્ટર-ડ્રોન, કાઉન્ટર-ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમ્સ તથા સાધનો અને 155 MM – 105 MM આર્ટિલરી દારૂગોળો, વાહનો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
આજે મદદની ઔપચારિક જાહેરાત
અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ત્યાર સુધી મદદ વિશે કોઈ જાહેર જાહેરાત કરવામાં આવી નથી. ઔપચારિક જાહેરાત શુક્રવારે થઈ શકે છે, જે યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પણ છે. આ હથિયાર રાષ્ટ્રપતિના ડ્રોડાઉન ઓથોરિટી દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યા છે, જેનો અર્થ છે કે, તેને પેન્ટાગનના સ્ટોકપાઇલ્સમાંથી લેવામાં આવ્યા છે અને તેને વધુ ઝડપથી વિતરિત કરી શકાય છે.
કુર્સ્ક નજીક લગભગ 100 ચોરસ કિલોમીટરમાં યુક્રેનનો કબજો
આ સૈન્ય મદદ એવા સમયે સામે આવી છે, જ્યારે યુક્રેનની સેના રશિયામાં તેમના આશ્ચર્યજનક આક્રમણને વ્યાપક બનાવી રહ્યું છે. અધિકારીઓ કહ્યું છે કે, તેઓએ કુર્સ્ક નજીક લગભગ 100 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે. આ દરમિયાન રશિયાના સેના પૂર્વમાં યુક્રેનના શહેર પોક્રોવસ્કની આસપાસ એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ કેન્દ્રમાં સ્થાન મેળવી રહ્યી છે.
ક્રેનના નેતાઓના સંપર્કમાં અમેરિકા
પેન્ટાગનના અધિકારીઓએ વારંવાર કહ્યું છે કે, અમેરિકા યુક્રેનના નેતાઓ સાથે કુર્સ્ક ઓપરેશન માટેના તેમના લાંબા ગાળાના લક્ષ્યોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા માટે વાત કરી રહ્યું છે, ખાસ કરીને જ્યારે તેઓ રશિયાને પોક્રોવસ્કની નજીક આગળ વધતું જુએ છે. જો પોક્રોવસ્ક પર સ્થિતિ નબળી પડે છે, તો આ ફેરફાર યુક્રેનની સુરક્ષાને જોખમમાં મૂકશે. રશિયા ડોનેટ્સ્ક ક્ષેત્ર પર કબજો કરવાના તેના નિર્ધારિત લક્ષ્યની નજીક પહોંચી જશે. રશિયાના સૈનિકો હવે અહીં પહોંચવાથી માત્ર 10 કિલોમીટર દૂર છે.
યુક્રેન સરહદ પર બફર ઝોન બનાવવા માગે છે
કુર્સ્ક ઓપરેશન વિશે પૂછવામાં આવતા પેન્ટાગનના પ્રવક્તા સબરીના સિંઘે જણાવ્યું હતું કે, અમે હજી પણ યુક્રેન સાથે કામ કરી રહ્યા છીએ કે આ યુદ્ધના મેદાનમાં તેમના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોમાં કેવી રીતે બંધ બેસે છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા સમજે છે કે યુક્રેન સરહદ પર બફર ઝોન બનાવવા માગે છે, પરંતુ વહીવટી તંત્ર પાસે હજુ પણ વધુ પ્રશ્નો છે કે તે યુક્રેનના વ્યાપક યુદ્ધ પ્રયાસને કેવી રીતે આગળ વધારશે.
અમેરિકાએ અત્યાર સુધીમાં 55.7 બિલિયન ડોલરથી વધુની મદદ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે સરહદી વિસ્તારની તેમની પ્રથમ મુલાકાત લીધી, જ્યાં તેમના દળોએ 6 ઓગસ્ટના રોજ આક્રમણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે, કીવની સેનાએ વધુ એક રશિયાના ગામ પર કબજો મેળવી લીધો છે. સાથે જ યુદ્ધમાં ઘણા કેદીઓને પણ ઝડપી લીધા છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના હુમલા બાદ અમેરિકા યુક્રેનને સતત મદદ કરી રહ્યું છે. અત્યાર સુધી આ મદદ 55.7 બિલિયન ડોલરને વટાવી ગઈ છે.


