- બ્રાઝિલમાં છેલ્લા ઘણા દિવસો ભારતીય, નેપાળી અને વિયેતનામના લોકો ફસાયા
- એરપોર્ટ પર રહેતા પ્રવાસીઓની નથી મળી રહ્યો ખોરાક અને પાણી
- બે અઠવાડિયા પહેલા ઘાનાના એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું
બ્રાઝિલમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી 666 એશિયન માઇગ્રન્ટ્સ સાઓ પાઉલોના ગ્વારૂલોસ એરપોર્ટ પર ખતરનાક સ્થિતિમાં અટવાયા છે. આ એશિયન ઇમિગ્રન્ટ્સમાં ભારતીય, નેપાળી અને વિયેતનામના લોકોનો સમાવેશ થાય છે, જેઓ જમીન પર સૂવા મજબૂર બન્યા છે.
સ્થળાંતર કરનારાઓ પ્રતિબંધિત વિસ્તારમાં રહે છે
મીડિયા અહેવાલ મુજબ, આ પ્રવાસીઓ વિઝા વિના બ્રાઝિલમાં પ્રવેશવા માટે ગ્વારૂલોસ સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. પબ્લિક ડિફેન્ડર ઓફિસના પ્રવક્તાના હવાલેથી જણાવ્યું હતું કે, સ્થળાંતર કરનારાઓ પ્રતિબંધિત વિસ્તારમાં રહે છે, જ્યાં ખોરાક અને પાણી નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બાળકોને પણ ધાબળા મળતા નથી.
સ્થળાંતર કરનારાઓની સ્થિતિમાં તાત્કાલિક સુધારો કરો
એજન્સીએ અધિકારીઓને શરણાર્થીઓને સ્વીકારવાના અને તેમને તેમના મૂળ દેશમાં પાછા ન જવાના માનવતાવાદી સિદ્ધાંતના આધારે બ્રાઝિલના કાયદાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ સ્થળાંતર કરનારાઓની સ્થિતિમાં તાત્કાલિક સુધારો કરવાની વાત કહેવામાં આવી છે.
ખરાબ થઈ રહી છે પ્રવાસીઓની તબિયત
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર પ્રવાસીઓની તબિયત ખરાબ થઈ રહી હતી, બે અઠવાડિયા પહેલા ઘાનાના એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું. જો કે, તે સ્પષ્ટ નથી કે પ્રવાસીનું મૃત્યુ એરપોર્ટ પર અટકાયત દરમિયાન અથવા હોસ્પિટલમાં લઈ જતી વખતે થયું. મીડિયા અહેવાલ મુજબ બ્રાઝિલ સોમવારથી અમેરિકા અને કેનેડામાં પ્રવાસ કરવાના પ્રયાસમાં દેશમાં આશ્રય મેળવતા કેટલાક એશિયનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરશે, જેથી કરીને અમેરિકા અને કેનેડા જવા માટે બ્રાઝિલનો સ્ટોપ તરીકે ઉપયોગ કરતા વિદેશીઓની અવરજવરને રોકી શકાય.
બ્રાઝિલમાં રહેવા માટે વિઝાની જરૂર
રિપોર્ટ અનુસાર, આ પગલાથી તે એશિયન પ્રવાસીઓ પર અસર થશે. જેમને બ્રાઝિલમાં રહેવા માટે વિઝાની જરૂર છે. સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસી અન્ય સ્થળોની ટિકિટ બુક કરે છે, પરંતુ મુસાફરી કરવાને બદલે તેઓ આશ્રય માટે બ્રાઝિલમાં રહે છે.


