- ભારતીયોને અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે છે
- ગ્રીન કાર્ડની પ્રોસેસમાં અરજીનો સમય 40 થી 100 વર્ષ સુધી વધી શકે છે
- આવી પરિસ્થિતિમાં અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છા સરળ નથી
અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ‘ગ્રીન કાર્ડ’ મેળવવું એ કોઈ સ્વપ્ન સાકાર થવાથી ઓછું નથી. ગ્રીન કાર્ડ ઈચ્છતા લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે. પરંતુ યુએસ બ્યુરો ઓફ કોન્સ્યુલર અફેર્સની ઓફિશિયલ વેબસાઈટમાં માહિતી આપવામાં આવી છે કે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં 24 મહિનાથી વધુ સમય લાગતો નથી.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા ઘણા ભારતીયોને 40 વર્ષથી 100 વર્ષ સુધી રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘણા વર્ષોથી અહીં રહેતા હોય ત્યારે પણ ભારતીયોની આવી જ સ્થિતિ છે. આ માટે NRIને ઘણા નિયમો અને પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેમાં વિઝા અને ગુનાહિત ઈતિહાસ ન હોવો જોઈએ.
ઈમિગ્રેશન વિભાગે ગ્રીન કાર્ડ માટે 81 વર્ષનો સમય આપ્યો હતો
1996માં સિકંદરાબાદથી અમેરિકા આવેલા અને ન્યુ જર્સીમાં રહેનાર એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં 2005માં મારા ગ્રીન કાર્ડ માટે અરજી કરી હતી. જેના માટે મને 81 વર્ષનો સમય મળ્યો છે. અત્યારે મારી ઉંમર 53 વર્ષની છે. તેને કહ્યું કે જ્યારે પણ હું ઈમિગ્રેશન વિભાગનો સંપર્ક કરું છું, ત્યારે તેઓ મને વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં અરજીઓનો હવાલો આપીને ફેરવી નાખે છે. પરંતુ 2024માં સત્તાવાળાઓ પાસે ફાઈલ કરવામાં આવેલી 34.7 મિલિયન અરજીઓમાંથી માત્ર 3% જ કાયમી નાગરિકતા મેળવવાની તક ધરાવે છે.
જાણો શું છે ગ્રીન કાર્ડના ફાયદા?
ગ્રીન કાર્ડ હોવાના ઘણા ફાયદા છે, મુખ્યત્વે ગ્રીન કાર્ડ તેના ધારકને અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ સાથે, થોડા વર્ષો પછી તે અમેરિકન નાગરિક બનવા માટે અરજી કરી શકે છે. જો તમે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે તો તમે આગામી 3 વર્ષ પછી અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકો છો. આ સિવાય, જો આવું ન હોય તો તમે આગામી 5 વર્ષ પછી તેના માટે અરજી કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


