- પાકિસ્તાનમાં BLAના નિશાને પંજાબ
- સોમવારે 23 લોકોને ઉતાર્યા મોતને ઘાટ
- અગાઉ અનેકવાર પંજાબ પ્રાંતને બન્યા છે નિશાન
પાકિસ્તાનમાં બલૂચિસ્તાનની આઝાદીની માગ હવે જોર પકડી રહી છે. સોમવારે બલૂચિસ્તાનના અલગ અલગ ભાગોમાં બલૂચ લિબરેશન આર્મીના હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મુસાખેલમાં BLAના હથિયારબંધ લડાકુઓએ હાઇવે બંધ કરીને કારની તપા કરી અને ઓળખ પૂછીને 23 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ટાર્ગેટ કિલિંગમાં માર્યા ગયેલા લોકોમાં 20 નાગરિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા.
અગાઉ પણ કરી ચૂક્યા છે હુમલા
આવુ પહેલીવાર નથી જ્યારે બલૂચ લિબરેશન આર્મીએ પંજાબ પ્રાંતના લોકોને નિશાન બનાવ્યા હોય. અગાઉ પણ ઘણા આવા હુમલામાં પંજાબ પ્રાંતના લોકો માર્યા ગયા છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બલૂચિસ્તાનની આઝાદીની લડાઈમાં પંજાબના લોકોને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે ? સરકાર સામે ચાલી રહેલા સંઘર્ષમાં અન્ય રાજ્યોના લોકો શા માટે નિશાને છે?
સરકાર સામે યુદ્ધ, પંજાબ નિશાના પર!
ભારત-પાકિસ્તાનના ભાગલાના સમયથી, બલૂચિસ્તાનના લોકો સ્વતંત્ર દેશ ઇચ્છતા હતા. તેમનું માનવું છે કે આ વિસ્તાર પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. આ જ કારણ છે કે બલૂચિસ્તાનને આઝાદ કરવા માટે ઘણા પ્રકારના સંગઠનો અને જૂથો બનાવવામાં આવ્યા હતા. પરંતુ બલૂચિસ્તાન લિબરેશન આર્મી તેમાંથી સૌથી મજબૂત અને પ્રભાવશાળી સંગઠન છે. તેની સત્તાવાર રીતે સ્થાપના લગભગ 24 વર્ષ પહેલા થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તે બલૂચિસ્તાનની આઝાદી માટે લડી રહી છે. જો કે તેનું યુદ્ધ પાકિસ્તાન સરકાર સામે છે, પરંતુ નિશાન પંજાબ પ્રાંતના બની રહ્યા છે.
બલૂચિસ્તાનમાં અત્યાર સુધી કેટલીવાર થયો હુમલો ?
મહત્વનું છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં બલૂચિસ્તાનના તુર્બતમાં એક અજાણ્યા બંદૂકધારીએ પંજાબના 6 શ્રમિકોની ગોળી મારી દીધી હતી. પાકિસ્તાન પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી હતી, પોલીસના જણાવ્યા અનુસાર આ મજૂરોને ઓળખની આધારે નિશાન બનાવવામાં આવ્યા હતા.
તો વર્ષ 2015 માં બલૂચિસ્તાનના તુર્બતમાં જ હુમલો થયો હતો. કામદારોના કેમ્પ પાસે એક બંદૂકધારીએ 20 બાંધકામ કામદારોની હત્યા કરી હતી, જેમાં 3 કામદારો ઘાયલ પણ થયા હતા. માર્યા ગયેલા તમામ લોકો પંજાબ અને સિંધ પ્રાંતના હતા.
ટાર્ગેટ કિલિંગ માટે શું છે કારણ ?
મહત્વનું છે કે પંજાબ પ્રાંતનું પાકિસ્તાનની રાજનીતિમાં ઘણો દબદબો છે. તે ક્ષેત્રફળના હિસાબે પાકિસ્તાનનું બીજુ સૌથી મોટુ પ્રાંત છે અને ત્યાં આબાદી પણ સૌથી વધારે છે.
બીજી બાજુ, બલૂચિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તી ઘણી ઓછી છે. બલૂચિસ્તાનમાં ગેસ, કોલસો અને તાંબાના ભંડાર જોવા મળે છે પરંતુ તે પાકિસ્તાનનું સૌથી ઓછું વિકસિત રાજ્ય છે.
બલૂચ લોકોના મતે પંજાબી લોકો પાકિસ્તાની રાજ્ય બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોનો લાભ લે છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ચીનના પ્રોજેક્ટમાં, ખાસ કરીને ગ્વાદર પોર્ટના નિર્માણમાં ચીનના નિષ્ણાતો ઉપરાંત પંજાબ પ્રાંતના એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફને રાખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સે ન તો બલૂચિસ્તાનના યુવાનોને રોજગારી આપી અને ન તો રાજ્યની આર્થિક પ્રગતિ કરી. આ જ કારણ છે કે પંજાબ પ્રાંત અને તેના લોકો વિરુદ્ધ બલૂચ લોકોમાં ગુસ્સો છે.


