- સમુદ્રથી લગભગ 3300 મીટર નીચેથી મળ્યો સોનાનો પથ્થર
- અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થાએ આ રહસ્યમય પથ્થરને બહાર નીકાળ્યો
- આ સોનાનો પથ્થર 4 ઈંચ લાંબો છે: અમેરિકન વૈજ્ઞાનિક
દરિયાના પેટાળમાંથી ગોલ્ડન ગોળો મળી આવતા વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, એક્સપ્લોરર્સને એક રહસ્યમય ‘બિંબ’ મળી આવ્યું છે, જે સોના જેવા દેખાતા પદાર્થમાંથી બનેલું છે, તેની મધ્યમાં એક મોટું કાણું પણ છે. તપાસ કરતા ડાઇવર્સને આ શેલ અલાસ્કાના સમુદ્રમાં ખૂબ ઊંડાણમાં મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળો સમુદ્રથી લગભગ 3300 મીટર નીચે એટલે કે સપાટીથી લગભગ 3.30 કિમી નીચે મળી આવ્યો હતો.
અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થા સપાટી પર લાવી
મળતી માહિતી મુજબ, અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ તેની શોધ કરી છે. વાસ્તવમાં, NOAAનું રિમોટલી ઓપરેટેડ અંડરવોટર વ્હીકલ (ROV) અલાસ્કાના સમુદ્રમાં ખૂબ ઊંડાણથી તપાસમાં વ્યસ્ત હતું. શોધ કરતી વખતે તેણે તે જોયું, જે પછી તે સપાટી પર લાવવામાં આવ્યું.
આ ગોલ્ડ બોલ 4 ઈંચ લાંબો છે
NOAA મુજબ, આ ગોલ્ડન ઓર્બ શું છે? તે હાલમાં જાણી શકાયું નથી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ ગોળો લગભગ 4 ઈંચ લાંબો અને ચાર ઈંચ પહોળો છે. આ સિવાય તેની વચ્ચે એક મોટું કાણું છે, જેના કારણે એવું લાગે છે કે કોઈ પ્રાણી તેની અંદર કે બહાર નીકળી ગયું હશે. આ સમયે તેની પુષ્ટિ થઈ નથી. આ ગોળો કઈ સામગ્રીમાંથી બનેલો છે તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
ગોળો ખડકાળ સપાટી પર અટકી ગયો હતો
NOAAના વૈજ્ઞાનિકોના મતે આવો ગોળો પહેલીવાર મળ્યો છે. આ પહેલા ઈતિહાસમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ નથી. NOAA અનુસાર, આ ગોળા નીચેથી પત્થરોથી અટવાઈ ગયો હતો. જેના કારણે અનુમાન લગાવવામાં આવે છે કે તે ઘણા મહિનાઓથી એક જગ્યાએ પડી હશે. આ સંદર્ભે, પાણીની તપાસ કરી રહેલા વિશ્વભરના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેથી તે જાણી શકાય કે તે શેનું બનેલું છે? અને આ શું છે?


