હાલ પીએમ મોદી બ્રુનેઇ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે છે. પીએમ મોદીનું સિંગાપોરમાં ધામધૂમથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અહી વિવિધ મુદ્દે ચર્ચા અને બેઠકો કરશે. અહીં ભારતીય સમુદાય પણ મોટા પ્રમાણમાં છે. સિંગાપોર ફરવા અને રહેવા માટે ખૂબ સુંદર પ્લેસ છે. પરંતુ શું તમને ખબર છે કે અહીં એવી કેટલીક બાબત છે જેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે નહી તો તમે ત્યાં એન્જોય કરવા માટે ગયા હશો પણ તમારુ ખિસ્સુ ખાલી કરવાનો વારો આવી શકે છે.
હોટ ફેવરિટ પ્લેસ ટુ વિઝિટ
સિંગાપોર દેશ એક એવું ડ્રીમ ડેસ્ટિનેશન છે..તેની ચકાચૌંધ અને રોમાંચ આખી દુનિયા અંજાઇ ગઇ છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે તે એક વાર તો તે વિદેશમાં પ્રવાસ કરે. તેમાં સિંગાપોર હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યુ છે. અહીંની નાઇટલાઇફ અને શોપિંગ સ્ટોર્સ અલગ જ લુક આપી રહ્યા છે. ચોકલેટ્ પણ એટલી જ ફેમસ છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે, જે આ સ્થળને અન્ય દેશોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. ત્યારે આવો જાણીએ સિંગાપોર જઇને કેવી વસ્તુઓ ન કરવી.
ચ્યુઇંગ ગમ ખાવાની નહી
સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ ખાવાની નહી. કારણ કે અહીં તેની પર પ્રતિબંધ છે. રસ્તાઓ, ફૂટપાથ અને સાર્વજનિક સ્થળો પર ચ્યુઇંગ ગમના ડાઘ દૂર કરવા ઘણા મુશ્કેલ હતા. પરિણામે અહીંની દુકાનોમાં તેના વેચાણ પર જ પ્રતિબંધ મૂકી દેવાયો.
સાર્વજનિક ટ્રેનોમાં ખાવુ પીવુ નહી
આપણે સામાન્ય રીતે ક્યાંય પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જઇને તો મોઢામાં કંઇ ક ને કંઇ તો હોય જ. પરંતુ સિંગાપોરમાં લોકલ ટ્રેનમાં તમે ટ્રાવેલ કરો તો એ વાતનું ખા ધ્યાન રાખવુ કે કશું ખાવાનું કે પીવાનુ નહી. કારણ કે ચોખ્ખાઇને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. માસ રેપિડ ટ્રાન્ઝિટ (MRT) મેનેજમેન્ટે તમામ મુસાફરોને વેઇટિંગ એરિયા સહિત સ્ટેશન પરિસરની અંદર ખાદ્યપદાર્થો લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ વ્યક્તિ બેગની અંદર ખાદ્યપદાર્થો છુપાવે છે, તો તમને દંડ પણ થઈ શકે છે.
કચરો ન ફેંકવો
અહીં તમે ગમે ત્યાં કચરો ન ફેંકી શકો. આમ કરવુ ગુનો છે. જો કોઈ વ્યક્તિ આવું કંઈ કરતા પકડાય તો પણ તેને સજા કરવામાં આવે છે અથવા તો તેને સફાઈ કામ કરવા માટે પણ કરાવવામાં આવે છે. જાહેરમાં કચરો ફેંકવાને લઇને ઘણા બધ અલગ અલગ કાયદા છે જેનો ભંગ કરવા બદલ મસમોટો દંડ થશે.
ફ્લશ કરવુ
શૌચાલય ગયા પછી ફ્લશ કરવુ તે બેઝિક મેનર છે પરંતુ ઘણા લોકો આ પણ કરતા નથી. જેથી જો તમે સિંગાપોરમાં ટોયલેટનો ઉપયોગ કરો છો તો બહાર નીકળતી વખતે એટલુ ધ્યાન રાખો કે તમે બરાબર ફ્લશ કર્યુ છે કે નહી. નહી તો તમે પકડાઇ જશો તો દંડ થઇ શકે છે. અહીંના જાહેર શૌચાલયોમાં ફ્લશિંગ જેવા પોસ્ટરો પણ લગાવવામાં આવે છે.
સ્મોકિંગ ન કરવું
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તે આપણે જાણીએ છીએ. ઘણા દેશો જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવાના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી, પરંતુ સિંગાપોર ચોક્કસપણે તેના વિશે વિચારે છે. તમે અહીં શાળાઓ, મોલ્સ અને ફૂડ કોર્ટમાં ધૂમ્રપાન કરી શકતા નથ. જો કે તમે કેટલીક જગ્યાએ ધૂમ્રપાન કરી શકો છો, પરંતુ દરેક જગ્યાએ નહીં. જો તમે પ્રતિબંધિત જગ્યા પર સ્મોકિંગ કરો તો તમને એક હજાર ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
એસ્કેલેટરની જમણી બાજુ ન ઉભા રહેવું
સિંગાપોરની ટ્રેન લાઇન અત્યંત વ્યસ્ત હોય છે. તેવામાં ખાસ કરીને પીક ટાઇમ દરમિયાન મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એસ્કેલેટરની ડાબી બાજુએ ઊભા રહે જેથી જમણી બાજુથી પસાર થતા લોકોને અવરોધ ન આવે. જો તમે ભીડવાળી જગ્યાએ બેકપેક અને સામાન જેવી ઘણી બધી વસ્તુઓ લઈને જતા હોવ તો લિફ્ટ લેશો તો સારું રહેશે.


