અમેરિકામાં ગન કલ્ચર લોકો માટે નાસૂર બનતો જઈ રહ્યો છે. લોકો શાળા, બગીચા, શોપિંગ મૉલ, હોટલ-રૅસ્ટોરન્ટ અને એટલે સુધી કે હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. આ દરમ્યાન જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયા છે. ગોળીબાર કરનાર શંકાસ્પદની પોલીસે અટકાયત કરી લીધી છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગોળીબાર શા માટે કરાયું આને લઈ અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી.
અમેરિકામાં ગોળીબારની ઘટના સામાન્ય
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગોળીબારની ઘટના ખૂબ જ સામાન્ય છે. અહીં ઘણીવાર ગોળીબારના સમાચાર આવતા રહેતા હોય છે. ગત 50 વર્ષમાં 15 લાખથી વધુ અમેરિકાના લોકોનાં જીવ ગોળીબારને લીધે ગયા છે. હુમલાખોરને પણ એક સ્થાનિકે ગોળીમારી હતી. જેને બીનઈરાદાથી હત્યા મુદ્દે ધરપકડ કરી લેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ બાઈડેનને ગોળીબારની ઘટનાની જાણકારી અપાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફાયરિંગ અંગેની જાણકારી આપવામાં આવી છે. જ્યોર્જિયાના ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું કે, મેં અપાલાચી હાઈસ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે કાર્યવાહી કરવા અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે અને તમામ જ્યોર્જિયાના લોકોને વિનંતી કરાઈ છે કે તેઓ આખા રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરો. એફબીઆઈના એટલાન્ટા કાર્યાલયમાં એક નિવેદન અપાયું છે. જેમાં કહેવાયું છે. અમારા અધિકારીઓ સ્થાનિક પોલીસની ટીમની સાથે મળીને ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છીએ.
અમેરિકામાં લોકો ઓછા બંદૂક વધુ
મળતી માહિતી અનુસાર, અમેરિકાની વસ્તી આશરે 33 કરોડ છે પરંતુ હથિયારોની સંખ્યા 40 કરોડ સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં નિયમોમાં પ્રમાણે રાયફલ અથવા નાની બંદૂકો ખરીદવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે અને બાકીના હથિયારો માટે 21 વર્ષ છે. આને એ રીતે સમજો જાણે કે સીમકાર્ડ ખરીદતા હોય એ રીતે આઈડી દર્શાવીને ફોર્મ ભરીને બંદૂક ખરીદી શકાય છે.


