વિદેશમાં અને દરિયા કિનારે રહેતા લોકો માટે વાતાવરણની અસર ન થાય એ રીતનું આકર્ષક પેકિંગ
ચીકી એક એવી વાનગી છે, જેને સવાર, બપોર કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય. ચીકીનું નામ પડતાં જ સૌને ‘જલારામની ચીકી’ અચૂક યાદ આવે જ. દરેક ગુજરાતીએ જલારામની ફેમસ ચીકી ખાધી જ હશે, પણ લોકોને દાઢે વળગેલી ચીકી એટલે જલારામની ચીકી. જલારામ ચીકી દ્વારા ગ્રાહકો માટે નાના સિંગલ પાઉચમાં ચીકી લાવી રહ્યા છે.
જલારામ ચીકીવાળા મનોજભાઈ તથા પ્રકાશભાઈએ જણાવેલ હતું કે, જલારામ ચીકી દ્વારા વિદેશમાં અને દરિયા કિનારે રહેતા લોકો માટે વાતાવરણની અસર ન થાય એ રીતના આકર્ષક અને નાના સિંગલ પાઉચના પેકિંગમાં ચીકી લાવી રહ્યા છે. ગ્રાહકોને પ્રસાદીમાં ઉપયોગ કરવા જલારામ ચીકી નાના સિંગલ પાઉચમાં દરેક પ્રકારની ચીકી લાવી રહ્યા છે ચોકલેટ જેવા દેખાવમાં, પેકમાં ચીકી પ્રસાદીમાં ગણપતિ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, લગ્ન પ્રસંગમાં નેચરલ અને હેલ્થી ડેઝર્ટમાં આપવા માટે વિદેશમાં વસતા લોકોને તથા દરિયા કિનારે વસતા સ્નહી માટે વાતાવરણની અસર ન થાય એ રીતનું આકર્ષક પેકિંગ લાવ્યા છે. જે સાત રૂપિયાથી 30 રૂપિયાની રેન્જમાં મળશે. જેમાં સિંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, મિક્સ ચીકી, ચોકલેટ ચીકી, ટોપરા ચિકી, સોના ચીકી, રાજભોગ ચીકી, કાજુ ચિક્કી, સુકા મેવા ચીકી, કાજુ બદામ પીસ્તા પીનટ બટર ચીકી, પીનટ ક્રશ ચીકી જેવી વિવિધ વેરાયટી વાળી ચીકીઓ ઓર્ડર મુજબ મેળવી શકશે. જેને એક દિવસ અગાઉ ઓર્ડરથી સિંગલ પેક મળશે. મો. નંબર 9377378099