દેશના વિદેશ મંત્રી એસ.જયશંકરે શુક્રવારે નેતા વિપક્ષ રાહુલ ગાંધીને ટોણો માર્યો છે. તેમને કહ્યું કે, વ્યકિતને આકરી મહેનત કરવાની જરૂર હોય છે અને જીવનમાં બધુ ફટાફટ નથી થઈ જતું. જિનેવામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા જયશંકરે બદલતા ભારત અને પીએમ મોદી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં કરાયેલા પાયાના વિકાસની વાત પર વાત કરી રહ્યા હતા.
જયશંકરે પાયાના માળખાના નિર્માણ માટે જરૂરી વિશાળ માનવ સંશાધનો અંગે વાત કરતા કહ્યું કે, જ્યાં સુધી અમે માનવ સંશાધન વિકસિત નથી કરી લેતા ત્યાં સુધી આકરી મહેનતની જરૂર હોય છે.
જીવનમાં આકરી મહેનતની જરૂર
વિદેશ મંત્રી એસ.જયશંકરે આગળ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાયાના માળખાનું નિર્માણ નથી કરી લેતા ત્યાં સુધી તમારી પાસે નીતિઓ નથી હોતી. જેથી જીવન ખટાખટ નથી. જીવનમાં આકરી મહેનતની જરૂર હોય છે. જીવન કર્મઠતા છે. તેમને કહ્યું કે, જેને પણ નોકરી કરી છે અને આકરી મહેનત કરી છે તે જાણે છે. જેથી મારું તમારા માટે આ સંદેશ છે કે અમે આની પર ખૂબ મહેનત કરવી.
રાહુલ ગાંધીએ કર્યો હતો વાયદો
આ વર્ષે લોકસભા ચૂંટણી માટે અભિયાન દરમિયાન એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે, જો તેઓની પાર્ટી જીતશે તો તેઓ દેશના દરેક ગરીબ પરિવારની એક મહિલાના ખાતામાં એક લાખ રૂપિયા ટ્રાંસફર કરશે. તેઓએ કહ્યું કે, આ રૂપિયા ફટાફટ અથવા તરત ટ્રાંસફર થશે.
ભારત-ચીનના સંબંધો પર આપી પ્રતિક્રિયા
એસ.જયશંકરે જિનેવામાં એક થિંક-ટેંક સાથે વાતચીત કરતા કહ્યું કે, જૂન-2020માં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષથી ભારત-ચીનના સંબંધો ઘણા પ્રભાવિત થયા છે. તેમને કહ્યું કે, સરહદે થયેલી હિંસા પછી એવું નથી કહીં શકતા કે બાકી સંબંધો આનાથી અળગા રહેશે. તેમને વધુમાં કહ્યું કે, બંને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે કેટલીક પ્રગતિ કરી છે. સૈનિકોના પરત ફરવા અંગેની આશરે 75 ટકા સમસ્યાઓનો ઉકેલી લેવામાં આવ્યો છે. જો કે, તેમને એવો પણ સંકેત આપ્યો કે હજી કેટલાક મુદ્દા બાકી છે જેની પર કામ બાકી રહેલું છે.


