પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશના વધતા દેવાને લઈ ચીનની આગળ પોતાની મજબૂરી દર્શાવી છે. નોબલ વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની ધરાવતી વચગાળાની સરકારે ચીન પાસે વિનંતી કરી છે કે તેઓ બાંગ્લાદેશને આપેલા પોતાની લોનના દરને ઘટાડીને એક ટકા કરે અને આ લોનની દેવાનો સમયગાળો વધારીને 30 વર્ષ સુધી વધારી દે. આને લઈ બાંગ્લાદેશે ચીનને એક પત્ર પણ લખ્યો છે.
બાંગ્લાદેશના નાણામંત્રાલયના ઈકોનોમિક રિલેશન ડિવિઝન સચિવે આ અંગેની પુષ્ટિ કરતા કહ્યું કે, આ અઠવાડિયાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં ચીનને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશ પર ચીની દેવાની વર્તમાન વ્યાજદર 2-3 ટકાની વચ્ચે છે અને આને આવતા 20 વર્ષમાં બાંગ્લાદેશને ચુકવવાનું છે. ઈઆરડી અધિકારીઓએ જણાવ્યું કે જો બાંગ્લાદેશ પર વર્તમાન ચીની લોનના વ્યાજ દરો ઓછા નહિ કરાવ્યા તો તેઓ નવા દેવા અને વ્યાજના ચક્કરને ઓછું કરાવશે. ઉપરાંત તેઓએ કહ્યું કે ચીનને આગ્રહ કરશે કે નવી લોન આપવાના સમયગાળાને વધુ ધ્યાન રાખે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર પ્રોફેસર યુનુસે કહ્યું કે, બાંગ્લાદેશે ચીનને તેના દેવા પરના વ્યાજ દર ઘટાડવા અને જવાબદારીના સમયગાળાને વધારવા વિનંતી કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઑક્ટોબર વર્ષ-2016માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન 27 પ્રોજેક્ટ્સ પર કામ આગળ ધપાવવા માટે આગામી ચાર વર્ષમાં 20 બિલિયન ડોલર આપવાનું વચન આપ્યું હતું. આ રકમ કોઈપણ ભાગીદાર દેશ દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે.
ચીન તરફથી આટલી મોટી લોન આપવાનું વચન આપ્યા બાદ બાંગ્લાદેશ અને ચીન વચ્ચે અનેક પ્રોજેક્ટ અંગે કરારો થયા હતા. ERD ડેટા અનુસાર, આ જાન્યુઆરી સુધી, બાંગ્લાદેશ અને ચીન માત્ર નવ પ્રોજેક્ટ્સ પર કરાર કરવામાં સફળ થયા હતા, જેની કુલ રકમ 8.08 બિલિયન ડોલર હતી. ચીન દ્વારા આપવામાં આવેલા 8.08 અબજ ડોલરમાંથી બાંગ્લાદેશ માત્ર 4.91 અબજ ડોલરનો ઉપયોગ કરી શક્યું છે.
બાંગ્લાદેશે રશિયા સાથે દેવાને લઈ રાહતની કરી વાત
બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસે એવું પણ કહ્યું કે, બાંગ્લાદેશે ચીનની જેમ રશિયા પાસે વ્યાજ દરો ઓછા કકવા અને લોનને ચુકવવાના સમયગાળાને વધારવા વિનંતી કરી છે. તેઓએ વચગાળાની સરકાર રૂપપુર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે એડવાન્સ પેમેન્ટ અને બાકી લોન અંગે તે રશિયા સાથે વાતચીત કરી રહ્યા છે.
રશિયા રૂપપુર ન્યુક્લિયર પ્લાન્ટ પ્રોજેક્ટના કુલ ખર્ચના 90 ટકા એટલે કે 11.38 બિલિયન ડોલર લોન તરીકે આપી રહ્યું છે. આ સિવાય બાંગ્લાદેશે આ પ્રોજેક્ટ માટે રશિયા પાસેથી 500 મિલિયન ડોલરની લોન લીધી છે જેથી પ્રોજેક્ટનું શરૂઆતના ગાળાનું કામ થઈ શકે.
વધતા દેવાને લઈ મોહમ્મદ યુનુસની પ્રતિક્રિયા
શનિવારે દેશના નામ પોતાના સંબોધનમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે જણાવ્યું કે, બાંગ્લાદેશ પોતાની તેજીથી ઘટતા વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રયાસમાં વિદેશી લોન પર ઓછું વ્યાજદર અને તેને આપવાના સમયગાળાને વધારવાની માંગ કરી રહ્યું છે.
વર્ષ-2020માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયા પર લાગ્યા અમેરિકી પ્રતિબંધોને લીધે બાંગ્લાદેશને 50 કરોડ ડોલરનું દેવું અને આનું વ્યાજ ચૂકવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આના લીધે બાંગ્લાદેશ ઉપર 50 કરોડ ડોલરનું આ દેવું વધી 60 કરોડ ડોલરને આંબી ગયું છે.


