એક વ્યકિતને એક દિવસમાં પોતાની પત્નીને 100 વખત ફોન કરવા ભારે પડયા છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. કોલ કરી પતિ ફોન પર કંઈ નહોતો બોલતો. આનાથી કંટાળીને રોષે ભરાઈ મહિલા ફોન કાપી નાંખતી હતી.
આરોપી પતિએ પોલીસને જણાવ્યું કે, આ તેનો પ્રેમ કરવાની રીત હતી. પોલીસે 38 વર્ષીય વ્યકિતને તેના ફોન સ્ટોકિંગના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપી પતિએ કહ્યું કે, હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને કંઈપણ કહ્યા વગર તેને ફોન કરું છું.
ફોન કર્યા પછી પતિ કશું નહોતો બોલતો
આ આશ્ચર્યજનક કિસ્સો જાપાનના હ્યોગો પ્રાંતના અમાગાસાકીનો છે. 10 જુલાઈથી 31 વર્ષીય પરિણીત મહિલાને અજાણ્યા નંબરો પરથી કોલ આવવા લાગ્યા હતા. ફોન કરનારે કંઈ કહ્યું નહીં. આ પછી મહિલા નારાજ થઈને રોષે ભરાઈને તેણે કોલ ડિસકનેક્ટ કરી દીધો. આ ક્રમ કેટલાય અઠવાડિયા સુધી ચાલતો રહ્યો. તે અજાણ્યો નંબર હોવાથી મહિલા કોલ બ્લોક પણ કરી શકી ન હતી.
પતિ પર શંકા
ઓડિટી સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, મહિલાને દિવસભર ડઝનેક કોલ આવવા લાગ્યા. પરંતુ આ ક્રમ પાછળથી એક દિવસમાં 100 કોલ સુધી પહોંચી ગયો. આ જોઈને મહિલા ખૂબ જ પરેશાન થઈ ગઈ. પરંતુ જ્યારે મહિલાએ તેના પતિના ફોન પર વિડિયો ગેમ રમી ત્યારે તેનો કોઈ કોલ આવ્યો ન હતો. આ પછી તેણે અજાણ્યા કોલરનો પર્દાફાશ કરવાનો પ્રયાસ શરૂ કર્યો.
પોલીસની તપાસમાં આખરે પતિ નીકળ્યો
મહિલાને પોતાના પતિ પર શંકા થવા લાગી હતી. પતિ મોબાઈલનો ઉપયોગ કરતા સમયે એકસાથએ બેડરૂમ હોવાથી મહિલા પાસે કોઈ અજાણ્યા નંબરથી કોલ નહોતો આવતો. મહિલાએ આ કેસની ફરિયાદ પોલીસને કરી હતી. પોલીસે પતિ પર શંકા જતા તેની તપાસ કરી અને સઘન પૂછપરછ કરી હતી. તપાસ બાદ મહિલાની શંકા સાચી નીકળી. પોલીસે ચાર સપ્ટેમ્બરના રોજ આરોપી પતિની જાપાનના એન્ટી સ્ટોકર કાયદાના ઉલ્લંઘન હેઠળ અમાગાસાકીમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પેઠે જેલમાં ધકેલી દીધો છે.


