પીએમ મોદી શનિવારથી અમેરિકાના પ્રવાસે છે. તેઓ 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરના રોજ યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા આયોજિત વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ફોર ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. ન્યૂયોર્કમાં તેઓ 22 સપ્ટેમ્બરે ભારતીય સમુદાયના સમૂહને સંબોધિત કરશે. ત્યારે પીએમ મોદીના વિદેશ આગમનને લઇને વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેશના શ્રેષ્ઠ વડાપ્રધાનોમાં એક PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી શનિવારથી તેમની અમેરિકાની મુલાકાત શરૂ કરવા જઈ રહ્યા છે. તેમને મળવા માટે NRIઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોથી લઈને વડીલો સુધી NRI માં ઘણા લોકોએ વડાપ્રધાનની મુલાકાત માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. પીએમ મોદીના ભારતમાં નેતૃત્વની પ્રશંસા કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, યુએસમાં ભારતીય ડાયસ્પોરાના સભ્ય પ્રકાશ શાંતિલાલ પટેલે કહ્યું કે અમે તેમને મળવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. વડાપ્રધાન મોદી દેશના શ્રેષ્ઠ વડાપ્રધાનોમાંના એક છે અને તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં સમુદાયના લગભગ 5,000 થી 10,000 લોકો છે, જો અમને તક મળશે, તો અમે ચોક્કસપણે તેમની સાથે વાત કરીશું.
એક બાળક આરવ વર્માએ કહ્યું કે હું વડાપ્રધાન મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને હું તેમને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તેમણે દેશ માટે ઘણું સારું કામ કર્યું છે. તેઓ મારા પ્રિય નેતાઓમાંના એક છે.
ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને કરશે સંબોધન
ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાની તક મળતા ભારતીય ડાયસ્પોરા પણ ઉત્સાહિત છે. 24,000 થી વધુ ભારતીય-અમેરિકનોએ લોંગ આઇલેન્ડ પર નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે 22 સપ્ટેમ્બરના રોજ તેમના સમુદાય કાર્યક્રમમાં હાજરી આપવા માટે નોંધણી કરાવી છે. જેની બેઠક ક્ષમતા 15,000 છે. “મોદી એન્ડ અમેરિકા: પ્રોગ્રેસ ટુગેધર” આ ટાઇટલ ધરાવતી ઇવેન્ટ યોજાશે. જે ભારતીય-અમેરિકન સમુદાયની વિવિધતા અને સફળતાની ઉજવણી હશે. જેમાં અગ્રણી ભારતીય-અમેરિકન વ્યક્તિત્વ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે.


