જગત જમાદાર એવા અમેરિકામાં ગન કલ્ચર કેવા ખેલ કરે છે. તેનો પુરાવો સામે આવ્યો છે. બર્મિંગહામાં આવેલા અલબામામાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 12થી વધુ ઈજાગ્રસ્ત છે. આ ઘટના શનિવારે મોડીરાત્રે થઈ હોવાનું પોલીસનું કહેવું છે.
ગોળીબાર બાદ લોકોમાં નાસભાગ
બર્મિંગહામ પોલીસે આ ગોળીબાર અને મોતને લઈ સોશિયલ મીડિયા ઉપર એક સત્તાવાર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, અધિકારીઓ ઘણા લોકોને ગોળીઓ વાગ્યા પછી ઘટનાસ્થળે ગયા હતા. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત હતા. શહેરના ફાઈપ પોઈન્ટ સાઉથ વિસ્તારમાં આ ગોળીબારની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 12થી વધુ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
બર્મિંગહામ ફાયરિંગની પોલીસ તપાસ તેજ
બર્મિંગહામ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ફાઈવ પોઈન્ટસ સાઉથ વિસ્તારમાં થયેલી ગોળીબારની ઘટના અંગે તપાસ કરી રહી છે. જેમાં શનિવારે મોડીરાત્રે લોકોનાં મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ક્લબની બહાર લોકો લાઉનમાં હતા ત્યારે ગોળીબાર થયો. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે, ગોળીઓનો અવાજ એવો લાગી રહ્યો હતો કે જેમ કે ઓટોમેટિક હંદૂકથી જેમાં સતત ફાયરિંગ થઈ રહ્યું હોય. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે, ઘણા શૂટર હતા અને તેઓની ધરપકડ નથી કરાઈ.


