ભારતના ભાગેડુ જાહેર ઝેરી વાણીનો સોદાગર ઝાકીર નાઈકને પાડોશી દેશ પાકિસ્તાને પોતાનો માનીતો મહેમાન બનાવ્યો છે. ઝાકીર નાઈકન સ્વાગત માટે પાકિસ્તાને કરાચીથી લઈને લાહોર તેમજ ઈસ્લામાબાદ સુધી સ્વાગતની તૈયારી કરી છે. આ શહેરોમાં ઝાકીર નાઈક માટે ઝેરીલી વાણી બોલવા મંચ શણગારવામાં આવ્યા છે. જ્યાંથી તે ભારત વિરુદ્ધ ઝેર ઓકશે. ઉલ્લેખનીય છે કે, ઉપદેશક ભારત વિરુદ્ધ જુદાજુદા મંચોનો ઉપયોગ કરી ઝેરી નિવેદન આપવા જાણીતો છે. જેથી તેની વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. ભારતીય પોલીસ તેની શોધમાં છે.
અત્યારે ભારતનો દુશ્મન ઝાકીર નાઈક મલેશિયામાં હોવાના અહેવાલ છે. ત્યાંથી પાકિસ્તાને તેને તેના ત્રણ શહેરોમાં કાર્યક્રમ માટે મહેમાન બનાવ્યો છે. ઉલ્લેકનીય છે કે પાકિસ્તાને ભારતના દુશ્મનને 15 દિવસ માટે પોતાના દેશમાં આમંત્રણ આપ્યું છે. તેમનો અહીં 5 થી 20 ઓક્ટોબર સુધી સતત કાર્યક્રમ છે. ઝાકીર નાઈકે તાજેતરમાં વક્ફ બોર્ડને લઈને ભારત સરકારની આગામી નીતિનો પણ વિરોધ કર્યો હતો. તે તમામ પ્લેટફોર્મ પર ભારત વિશે ખરાબ બોલવા માટે કુખ્યાત છે. પરંતુ તે ભારત આવવાથી ડરે છે. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ઝાકીર નાઈકે કહ્યું હતું કે ભારત આવવું સહેલું છે, પરંતુ ત્યાંથી પરત આવવું ઘણું મુશ્કેલ છે. એટલા માટે હું ભારત નથી જતો. સ્વાભાવિક રીતે જ ઝાકીર જાણે છે કે જે દિવસે તે ભારતીય પોલીસના હાથે પકડાઈ જશે, તેને યોગ્ય સારવાર આપવામાં આવશે.
પાકિસ્તાનમાં ઝાકીર નાઈકના કાર્યક્રમની રૂપરેખા
ભારતના દુશ્મન ઝાકીર નાઈકને પાકિસ્તાને કરાચીમાં પાંચ અને છ ઑક્ટોબરે પબ્લિક ટોકના નામથી પહેલો કાર્યક્રમ છે. ત્યારબાદ તેનો બીજો કાર્યક્રમ લાહોરમાં 12 અને 13 ઑક્ટોબરે છે. છેલ્લું આયોજન પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છે. જ્યાં 19 એને 20 ઑકટોબરે યોજાશે. ઝાકીર નાઈકની સાથે મંચ શેર કરવા શેખ ફારૂખ નાઈક પણ છે. ઉલ્લેખનીય છે કે, ઝાકીર નાઈકને પાકિસ્તાને કોઈ ખાનગી સંગઠને નહિ પરંતુ સરકારે આ આમંત્રણ પાઠવીને બોલાવ્યો છે. એટલે કે, તે પાકિસ્તાનના નિમંત્રણ પર કરાચી અને ઈસ્લામાબાદમાં કાર્યક્રમ કરશે.


