જગત જમાદાર એવા અમેરિકામાં ક્વાડ શિખર સંમેલનનું આયોજન થયું. જેમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને આ સમિટના યજમાન રહ્યા હતા. અમેરિકામાં આયોજિત ક્વાડ શિખર સંમેલનમાં ભફારત, અમેરિકા, જાપાન અમને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થયા હતા. આ પહેલા બાઈડેને પોતાના ઘર વિલમિંગ્ટનમાં આક્રમેરે એકેડમીમાં ક્વાડ લીડરશિપ સમિટમાં સાેલ થતા ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કંઈક એવું પણ થયું જેની અત્યારે ચર્ચા ચારેબાજું થઈ રહી છે.
જો બાઈડેને જવાબ આપ્યો
ફોટોશૂટ દરમ્યાન એક પત્રકારે બાઈડેનને પૂછ્યું કે, શું નવેમ્બરમાં યોજાનારા ચૂંટણી પછી કવાડ યથાવત્ રહેશે. આની પર રાષ્ટ્રપતિ બાઈડેને પીએમ મોદીના ખભા પર હાથ મૂકીને હસ્તા કહ્યું કે નવેમ્બરતો ખૂબ આગળ છે. ત્યારબાદ ચારેય નેતાઓએ ગૃપ ફોટો માટે પોઝ આપ્યા હતા. અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી રેસ છે.
અમે લોકતાંત્રિક દેશ
ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું કે, અમે લોકતાંત્રિક દેશ છીએ. જાણીએ છીએ કે કામ કઈ રીતે કરવું. હું રાષ્ટ્રપતિ બનવાના શરૂઆતના ગાળામાં જ આપ સૌને મળ્યો હતો. તમામ દેશ ગયો જેથી અમે કવાડને વધુ પ્રભાવશાળી બનાવીએ. ચાર વર્ષ પછી અમે ચાર દેશ અગાઉથી વધુ રણનીતિક રીતે એક છીએ.
વર્ષ-2025માં ભારત યજમાન બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ સમિટમાં જણાવ્યું કે, અમે વર્ષ-2025માં ભારતમા ક્વાડ લીડર્લ સમિટનું આયોજન કરવામાં ખુશી થશે. મને પોતાના ત્રીજા કાર્યકાળમાં ક્વાડ સમિટમાં ભાગ લેતા ખૂબ ખુશી થઈ રહી છે. અમારી બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. આવામાં લોકતાંત્રિક મૂલ્યોના આધાર પર ક્વાડનું એકસાથે કામ કરવું માનવતા માટે ખૂબ જરૂરી છે. તેમને કહ્યું કે, અમે કોઈની વિરુદ્ધ નથી. અમે તમામ નિયમો પર આધારિત આંતરાષ્ટ્રીય વ્યવસ્થા, અખંડિતતા અને સાર્વભૌમનું સન્માન કરી તમામ મુદ્દાઓને શાંતિથી સમાધાન ઈચ્છીએ છીએ.


